Farmers of Gujarat are competing with the farmers of the world
  • Home
  • Gujarat
  • ગુજરાતના ખેડૂતો વિશ્વના ખેડૂતો સાથે હરિફાઇ કરી રહ્યા છે: વિભાવરીબેન દવે

ગુજરાતના ખેડૂતો વિશ્વના ખેડૂતો સાથે હરિફાઇ કરી રહ્યા છે: વિભાવરીબેન દવે

 | 8:22 pm IST

નવસારી જિલ્લાના ખડસુપા ખાતેની કોળી સમાજ ભવનમાં જિલ્લાના ખરીફ્ કૃષિ મહોત્સવ-2019ને રાજયના મહિલા અને બાળ વિકાસ, શિક્ષણ રાજયમંત્રી વિભાવરીબેન દવેએ દિપ પ્રગટાવી ખૂલ્લો મૂકયો હતો. આ તકે તેમની સાથે કલેકટર ડૉ.એમ.ડી.મોડિયા, જિલ્લા વિકાસ અધિકારી આર.જી.ગોહિલ, ખેતી-સિંચાઇ સમિતિના અધ્યક્ષ નગીનભાઇ ગાંવિત, તાલુકા પંચાયત પ્રમુખ ચંચળબેન પટેલ, જિલ્લાના અગ્રણી અશોક ગજેરા, પ્રાંત અધિકારી રાજપૂત, જિલ્લા ખેતીવાડી અધિકારી ગજેરા, નાયબ પશુપાલન નિયામક ડૉ. પ્રજાપતિ હાજર રહ્યા હતા. રાજય શિક્ષણ ખાતાના મંત્રી વિભાવરીબેન દવેએ કૃષિ મહોત્સવમાં જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતોનું શાલ અર્પણ કરી સન્માન કર્યુ હતું. તેમજ સરપોર ખાતે યોજાયેલા પશુપાલન સારવાર-આરોગ્યમેળાની મુલાકાત લઇ ગાયમાતાનું પૂજન કરી પશુ સારવાર અંગેની માહિતી મેળવી હતી.

ખડસુપા ખાતે યોજાયેલા કૃષિ મહોત્સવમાં સંબોધન કરતાં વિભાવરીબેન દવેએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી સને- 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાના નિર્ણયને લઈને રાજય સરકારે પ્રયાસો હાથ ધર્યા છે. આજે ખેડૂતો ખેતીની અલગ પધ્ધતિથી વિશ્વના ખેડૂતો સાથે હરિફઇ કરી રહયાં છે. રાજય સરકાર ખેડૂતોના હિતો માટે કાર્ય કરી રહી છે.

આજે વિશ્વ ગ્લોબલ વોર્મિંગની અસર દેખાઇ રહી છે ત્યારે વરસાદની અનિયમિતતા ને ધ્યાનમાં લઇ ખેડૂતો પાણીના ટીપેટીપાનો ઉપયોગ કરવા ડ્રીપ ઇરિગેશન અનિવાર્ય બન્યું છે. ધારાસભ્ય પિયુષભાઇ દેસાઇએ જણાવ્યું હતું કે, આજથી સમગ્ર રાજયમાં કૃષિ મહોત્સવની શરૂઆત થઇ રહયો છે. કૃષિ અને બાગાયતી ક્ષેત્રે નવસારી જિલ્લો પણ આગળ વધી રહયો છે. જિલ્લામાં રાજયમાં પ્રથમ ઓર્ગેનિક સોસાયટી બનાવી ઓર્ગેનિકસ ખેતી તરફ આગળ વધ્યા છે.

કૃષિ મહોત્સવમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રના ડૉ.ટંડેલે ખેતી પાકો સાથે શાકભાજી, પ્રગતિશીલ ખેડૂત, તથા પશુપાલન વિશે વાતો કરી હતી. સરપોર પશુ સારવાર કેમ્પમાં ૧૦૫ પશુઓને સારવાર સાથે ૩૨૦ પશુઓનું રસીકરણ કરાયું હતું. બાદમાં વિભાવરીબેન દવેએ કૃષિ પ્રદર્શનની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે આત્મા પ્રોજેકટના ડાયરેકટર પટેલ, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ મોહનભાઇ, પ્રગતિશીલ ખેડૂતો, કૃષિ તજજ્ઞો તથા ખેડૂત ભાઇ-બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયાં હતાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન