Farmers protest against new agricultural laws, Reliance Industries, Walmart stores closed, loss of crores of rupees
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • ખેડૂત આંદોલનથી રિલાયન્સ-વોલમાર્ટને કરોડોનું નુક્સાન, અનેક સ્ટોર બંધ કરવા મજબૂર

ખેડૂત આંદોલનથી રિલાયન્સ-વોલમાર્ટને કરોડોનું નુક્સાન, અનેક સ્ટોર બંધ કરવા મજબૂર

 | 7:06 pm IST
  • Share

નવા કૃષિ કાયદાને (Farmer Laws) લઇ દેશભરના ખેડૂતો આંદોલન (Farmer’s Protest) કરી રહ્યા છે. દિલ્હી (Delhi)ની સરહદો પર ખેડૂત આંદોલનને 51 દિવસ થઈ ગયા છે. ખેડૂતોનો ગુસ્સો રિલાયન્સ ઇન્ડસ્ટ્રી (reliance industries), વોલમાર્ટ (Walmart) જેવી કંપનીઓના સ્ટોર પણ ઉતરી રહ્યો છે. જેના કારણે આ કંપનીઓને પોતાના સ્ટોર બંધ કરવા પડ્યા છે. ગત દિવસોમાં આ કંપનીઓને કરોડો રૂપિયાનું નુક્સાન થયુ છે.

એક ખબર અનુસાર પંજાબમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના અડધાથી વધારે લગભગ 100 સ્ટોર ઓક્ટોબરથી બંધ છે. જ્યારે વોલમાર્ટને પણ પોતાના 50,000 વર્ગ ફૂટ ક્ષેત્રમાં ફેલાયેલા એક મોટા સ્ટોરને બંધ રાખવો પડ્યો છે.

નામ ન જાહેર કરવાની શરતે આ ઘટનાક્રમ સાથે જોડાયેલા સૂત્રોએ જણાવ્યું કે, પંજાબમાં પંજાબમાં ખેડૂતો સખત વિરોધ કરી રહ્યા છે. કંપનીઓને પોતાના સ્ટોરમાં તોડફોડ થવાનો ડર છે. આવામાં સંપત્તિ અને સ્ટોરના કર્મચારીની સુરક્ષાને લઇ તેઓ પોતાના સ્ટોર બંધ રાખી રહ્યા છે.

રિટેલ ઉદ્યોગ સાથે જોડાયેલ એક સૂત્રએ કહ્યું કે, રાજ્યભરમાં રિલાયન્સના સ્ટોર બંધ રહેવાથી કરોડો રૂપિયાના નુક્સાનનું અનુમાન છે. અન્ય બે સૂત્રો અનુસાર વોલમાર્ટના આ પ્રકારના દેશમાં 29 સ્ટોર છે. કઠિંગાવાળો સ્ટોર બંધ થવાથી કંપનીને લગભગ 59 કરોડ રૂપિયાનું નુક્સાન થયાનું અનુમાન છે.

સૂત્રએ કહ્યું,’ખેડૂતો દરરોજ વોલમાર્ટની બાહર ધરણા કરી રહ્યા છે. તેઓ દિવસભર કોઇને સ્ટોરની અંદર જવા દેતા નથી’. આ સ્ટોરમાં લગભગ 250 લોકો નોકરી કરે છે.

વિરોધ કરી રહેલા ખેડૂતોમાં મોટા ભાગના પંજાબના છે. ખેડૂતોના ગણા નેતા પંજાબ અને હરિયાણાના છે. ડેમોક્રેટિક ફાર્મર્સ યૂનિયનના કુલવંત સિંહ સંધૂનું કહેવું છે કે, રિલાયન્સ વિરૂદ્ધ તેમનું વિરોધ પ્રદર્શન યથાવત રહેશે. અન્ય ખેડૂત નેતા જગતાર સિંહે કહ્યું કે, સરકાર જ્યાં સુધી આ કાયદાને પરત નહીં ખેંચે ત્યાં સુધી તેઓ રિલાયન્સનો વિરોધ કરશે.

આ વીડિયો પણ જુઓ : ગુજરાત કેડરના IPS એ.કે.શર્મા પરત ફર્યા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન