Farmers Protest: Supreme Court slams Centre on farm laws
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • કૃષિ કાયદાને લઇ SCએ મોદી સરકારની ઝાટકણી કાઢી- તમે કાયદો રોકો છો કે…

કૃષિ કાયદાને લઇ SCએ મોદી સરકારની ઝાટકણી કાઢી- તમે કાયદો રોકો છો કે…

 | 1:15 pm IST
  • Share

નવો કૃષિ કાયદો (New Agri Law) અને ખેડૂતો (Farmers)ના પ્રદર્શન સાથે જોડાયેલી અરજી પર સુપ્રીમ કોર્ટ (Supreme Court)માં સોમવારના રોજ સુનવણી થઇ. આપને જણાવી દઇએ કે ખેડૂતોનું પ્રદર્શન 47 દિવસથી ચાલુ છે અને ખેડૂત સતત કાયદાને પાછો લેવાની માંગણી કરી રહ્યા છે. આ બધાની વચ્ચે સરકાર અને ખેડૂતની વચ્ચે 8 રાઉન્ડની વાતચીત થઇ ચૂકી છે પરંતુ કૃષિ કાયદાને લઇ કોઇ સમાધાન નીકળ્યું નથી.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે ખેડૂત કાયદો પાછો લેવા માંગે છે જ્યારે સરકાર મુદ્દાઓ પર વાત કરવા માંગે છે. અમે અત્યારે કમિટી બનાવીશું અને કમિટીની વાતચીત ચાલુ રહેવા સુધી કાયદાના અમલ પર અમે સ્ટે મૂકીશું. સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે પ્રસ્તાવ મૂકીએ છીએ કે ખેડૂતાના મુદ્દાના સમાધાન માટે કમિટી બને. અમે પણ પ્રસ્તાવ મૂકીએ છીએ કે કાયદાના અમલ પર સ્ટે મૂકો, આના પર જેને જે દલીલ રજૂ કરવા માંગે છે તે કરી શકે છે.

ચીફ જસ્ટિસે નારાજગી વ્યક્ત કરી

અરજીઓ પર સુનવણી કરતાં સુપ્રીમ કોર્ટ એ સરકારને કહ્યું કે તમે બતાવો કે કાયદા પર પ્રતિબંધ મૂકશો કે નહીં. નહીં તો અમે મૂકી દઇશું. સુનવણી દરમ્યાન ચીફ જસ્ટિસે એસએ બોબડે એ નારાજગી વ્યક્ત કરી અને કહ્યું કે જે રીતે સરકાર આ કેસને હેન્ડલ કરી રહ્યું છે અમે તેનાથી ખુશ છીએ. અમને ખબર નથી કે સરકાર કેવી રીતે મુદ્દાને ઉકેલી રહી છે? કાયદો બનાવતા પહેલાં કોની સાથે ચર્ચા કરી? કેટલીવાર કહી રહ્યા છીએ કે વાત થઇ રહી છે. શું વાત થઇ રહી છે?

અટોર્ની જનરલે સ્પષ્ટતા કરી

અટોર્ની જનરલે કહ્યું કે કાયદા પહેલાં એક્સપર્ટ કમિટી બની. કેટલાંય લોકો સાથે ચર્ચા કરી. પહેલાંની સરકારો પણ આ દિશામાં કોશિષ કરી રહ્યું છે. CJI એ કહ્યું કે આ દલીલ કામ આવશે નહીં કે પહેલાંની સરકારે તેને શરૂ કર્યું હતું. CJI એ કહ્યું કે તમે કોર્ટને ખૂબ અજીબ સ્થિતિમાં મૂકી દીધી છે. લોકો કહી રહ્યા છે કે અમારે શું સંભળાવું જોઇએ, શું નહીં. પરંતુ અમે અમારો ઇરાદો સ્પષ્ટ કરી દેવા માંગીએ છીએ કે ઉકેલ લાવો. જો તમારા સમજમાં છે તો કાયદાના અમલ પર જોર ના આપો. વાત શરૂ કરો. અમે પણ રિસર્ચ કર્યું છે અને એક કમિટી બનાવા માંગીએ છીએ.

પ્રદર્શન પર પણ સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરી

ચીફ જસ્ટિસે કહ્યું કે કોર્ટ કોઇપણ નાગરિકને એ આદેશ આપી શકતી નથી કે તમે પ્રદર્શન ના કરો. હા એ ચોક્કસ કહી શકાય કે તમે આ જગ્યાએ પ્રદર્શન કરો. જો કોઇ ઘટના બને છે તો તેના માટે જવાબદાર બધા રહેશે. ચીફ જસ્ટિસે કહ્યું કે અમને લાગે છે કે જે રીતે ધરણા પ્રદર્શન પર હરકતો (ઢોલ-નગારા વગેરે) થઇ રહી છે તેને જોતા લાગે છે કે એક દિવસ શાંતિપૂર્ણ પ્રદર્શનમાં કંઇક ઘટિત થઇ શકે છે. અમે નથી ઇચ્છતા કે કોઇ ઘાયલ થાય.

આ વીડિયો પણ જુઓ : ધીમે ધીમે શિક્ષણ રાબેતા મૂજબ શરૂ કરવાનો પ્રયાસ : સીએમ રૂપાણી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન