Farmers Troubled about getting support prices at Banaskantha in Gujarat
  • Home
  • Gujarat
  • બનાસકાંઠા: મગફળીના ટેકાના ભાવ મેળવવા ખેડૂતો કડકડતી ઠંડીમાં પરેશાન

બનાસકાંઠા: મગફળીના ટેકાના ભાવ મેળવવા ખેડૂતો કડકડતી ઠંડીમાં પરેશાન

 | 8:18 pm IST

બનાસકાંઠામાં ધાનેરા તાલુકાના સામરવાડા ગામ નજીક સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદી કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. પરંતુ આ કેન્દ્ર પર અવ્યવસ્થાને લીધે મગફળી ભરેલા ટ્રેક્ટરોની લાંબી કતારો લાગી છે.

8થી 10 દિવસથી લાઈનમાં ઉભેલા ખેડૂતોનો હજુ પણ વારો આવ્યો નથી. 6000 ખેડૂતોના રજીસ્ટ્રેસન સામે હજૂ માત્ર 2000 ખેડૂતોની જ મગફળી તોલાઈ છે. જેને કારણે ખેડૂતો કડકડતી ઠંડીમાં પણ લાઈનમાં ઉભા રહેવા મજબૂર બન્યા છે,

અને પોતાની મગફળી ક્યારે વેચાય તેની રાહ જોઈ રહ્યાં છે. જો કે 2000 રૂપિયા આપીને પહેલા વારો લેવાતો હોવાના તેમજ ટોકન આપવામાં પણ કર્મચારી દ્વારા ગેરરીતિ થતી હોવાનો ખેડૂતો આક્ષેપો કરી રહ્યાં છે. મહત્વનું છે કે એક તરફ ખરીદ કેન્દ્ર પર અવ્યવસ્થા છે તો, બીજી તરફ મજૂરો હડતાલ પર હોવાથી ખેડૂતોમાં રોષ ફેલાયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.