Farooq Abdullah announces formation of Gupkar Declaration in J&K
  • Home
  • Featured
  • જમ્મુ-કાશ્મીરમાં રાજકીય હલચલ તેજ, કંઇક નવા-જૂનીના એંધાણ, BJP એ બોલાવી ઇમરજન્સી બેઠક

જમ્મુ-કાશ્મીરમાં રાજકીય હલચલ તેજ, કંઇક નવા-જૂનીના એંધાણ, BJP એ બોલાવી ઇમરજન્સી બેઠક

 | 8:07 am IST

જમ્મુ-કાશ્મીર (Jammu-Kashmir)ના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તી (Mehbooba Mufti)ની મુક્તિ સાથે જમ્મુ-કાશ્મીર (Jammu-Kashmir) માં ફરી એકવાર રાજકીય હલચલ વધી ગઈ છે. ગુરુવારે રાજ્યના અનેક રાજકીય પક્ષોની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં એક નવું ગઠબંધન બનીને ઉભર્યું હતું. ગુરુવારે મળેલી બેઠકમાં જમ્મુ-કાશ્મીરના રાજકીય પક્ષોએ ‘ગુપકાર કરાર’ (Gupkar Declaration)અંગે ચર્ચા કરી હતી. તેમાં નેશનલ કોન્ફરન્સ (National Conference ), પીડીપી (PDP) સહિત અન્ય ચાર પક્ષોના નેતાઓએ તેમાં ભાગ લીધો હતો. આ બેઠક નેશનલ કોન્ફરન્સના નેતા ફારૂક અબ્દુલ્લા (Farooq Abdullah ) એ બોલાવી હતી. ફારૂક અબ્દુલ્લાના ઘરે થયેલી આ બેઠક લગભગ બે કલાક સુધી ચાલી હતી. આ સાથે જ આજે આ મામલે ભાજપ (BJP) બેઠક કરશે. મહેબૂબા મુફ્તી આજે એક પ્રેસ કોન્ફરન્સ પણ કરી શકે છે.

જમ્મુ-કાશ્મીરમાં નવા ગઠબંધનની જાહેરાત

ગુપકાર બેઠક દરમ્યાન જમ્મુ-કાશ્મીરની મુખ્યધારાની પાર્ટીઓ જે ગુપકાર કરારની હસ્તાક્ષરકર્તા છે અને એક ગઠબંધન બનાવ્યું છે અને તેને પીપુલ્સ અલાયન્સ (People’s Alliance) નામ આપ્યું છે. આપને જણાવી દઇએ કે ગુપકાર કરારમાં આ રાજકીય પક્ષોએ જમ્મુ-કાશ્મીરના વિશેષ દરજ્જાની સાથે ચેડા કરવા નહીં દેવાની કસમ ખાધી હતી. આ નવા ગઠબંધનમાં નેશનલ કોન્ફરન્સ અને પીડીપી સિવાય પીસી, સીપીઆઈ (એમ), એએનસી અને જેકેપીએમનો પણ સામેલ છે.

ફારૂક અબ્દુલ્લાએ સરકાર પાસે કરી આ માંગણીઓ

ગુપકાર મીટિંગમાં ફારૂક અબ્દુલ્લાએ કહ્યું કે અમે મહેબૂબા મુફ્તીને 14 મહિના પછી તેમની મુક્તિ માટે અભિનંદન આપવા ભેગા થયા છે. અમે આ ગઠબંધનને ગુપકાર કરાર કહેવાનું નક્કી કર્યું છે. અમે ભારત સરકારને રાજ્યના લોકોના હક પરત કરવાનું જણાવીએ છીએ. જમ્મુ-કાશ્મીરના રાજકીય મુદ્દાને ઉકેલાવવાની જરૂર છે. અમે તમામ રાજકીય કેદીઓને મુક્ત કરવાની માંગ કરીએ છીએ. અમે ફરીથી મળીશું અને વ્યૂહરચના ઘડીશું.

મહેબૂબા મુફ્તીએ કહ્યું – 6 પક્ષોનું ગઠબંધન

આ મુદ્દે ગુરુવારે જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ સીએમ મહેબૂબા મુફ્તીએ પણ એક ટ્વીટ કરી છે. પોતાની ટ્વિટમાં મહેબૂબા મુફ્તીએ લખ્યું છે કે ગુપકાર કરાર નેશનલ કોન્ફરન્સ (એનસી), પીડીપી, પીસી, સીપીઆઈ (એમ), એએનસી અને જેકેપીએમનું સંયુક્ત જોડાણ છે જે જમ્મુ-કાશ્મીરના લોકોના અધિકારો અને સન્માનને પુન: સ્થાપિત કરવા માટે પ્રયત્નશીલ છે. .

ભાજપે પણ તાકીદની બેઠક બોલાવી હતી

ભારતીય જનતા પાર્ટીના જમ્મુ-કાશ્મીર યુનિટ દ્વારા કેન્દ્ર શાસિત રાજ્યની જગ્યાએ રાજકીય પરિસ્થિતિ અંગે ચર્ચા કરવા માટે શુક્રવારે પાર્ટીની ઇમરજન્સી બેઠક બોલાવી છે. કેન્દ્રશાસિત પ્રદેશોમાં કાશ્મીર સંબંધિત પક્ષોના ગઠબંધનની જાહેરાત બાદ ભાજપની આ ઇમરજન્સી બેઠક બોલાવવામાં આવી છે.

કેન્દ્રશાસિત પ્રદેશ ભાજપના ટોચના નેતાઓ રવિંદર રૈના, કવિંદર ગુપ્તા, ડો.નિર્મલ સિંહ અશોક કૌલ આ ઇમરજન્સી બેઠકમાં ભાગ લે તેવી સંભાવના છે. આ બેઠકમાં અનેક સામાજિક અને ધાર્મિક સંગઠનોના નેતાઓને પણ આમંત્રણ અપાયું છે. પક્ષ સાથે સંકળાયેલા સૂત્રો કહે છે કે, ભાજપનો પ્રયાસ કાશ્મીરમાં રચાયેલા નવા જોડાણની તાકાતનો જવાબ આપવાનો છે.

આ વીડિયો પણ જુઓ : એશિયાની સૌથી લાંબી હશે જોજિલા ટનલ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન