ફારુક અબ્દુલ્લા દેશહિતમાં ક્યારે બોલવાનું શરૂ કરશે? - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Columnist
  • ફારુક અબ્દુલ્લા દેશહિતમાં ક્યારે બોલવાનું શરૂ કરશે?

ફારુક અબ્દુલ્લા દેશહિતમાં ક્યારે બોલવાનું શરૂ કરશે?

 | 1:38 am IST
  • Share

કરન્ટ અફેર :- આર. કે. સિંહા

ફારુક અબ્દુલ્લા ઉંમર વધવા સાથે ધીરગંભીર અને સંતુલિત તથા શાંત થવાને બદલે એલફેલ બોલતા હજુ અટકતા નથી. એ તેમની હતાશા પણ હોઇ શકે છે કે તેઓ હવે જમ્મુ-કાશ્મીર અને દેશની રાજનીતિમાં જરાય મહત્ત્વપૂર્ણ રહ્યા નથી. તેમને હવે કોઇ ગંભીરતાથી લેતું નથી. પરંતુ તેઓ સમાચારમાં ચમકતા રહેવા માટે વારંવાર દેશવિરોધી નિવેદન કરતા રહે છે. તેમને લાગે છે કે એમ કરીને સમાચારમાં સ્થાન મેળવી શકાય છે.

એ સમજવામાં આવતું નથી કે આ બધું કરીને તેઓ કોને ખુશ કરી રહ્યા છે ? જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લાએ પોતાના થોડા સમય પહેલાના ઝેરી નિવેદનમાં કહ્યું હતું કે, ચીનની મદદથી ફરી એક વખત જમ્મુ કાશ્મીરમાં આર્િટકલ ૩૭૦ લાગુ કરાશે. અબ્દુલ્લાજી એ નિવેદન એવા સમયે આપી રહ્યા છે, જ્યારે ચીનનું વલણ ભારતની વિરુદ્ધ ખૂબ જ આક્રમક બની રહ્યું છે. બંને દેશોની સેનાઓ સરહદ પર એકબીજા સામે તહેનાત છે. તેમની વચ્ચે લોહિયાળ સંઘર્ષ થઈ ચૂક્યો છે. ફારુકનું તાજું વિવાદિત નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે આખા દેશમાં ચીનની વિરુદ્ધ આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો છે. ચીન ભારતના અનેક વિસ્તારો પર પોતાનો દાવો કરી રહ્યું છે, જેને ન તો દેશની વર્તમાન મોદી સરકાર સાંભળવા તૈયાર છે, ન દેશની પ્રજા.

અબ્દુલ્લાજી કહે છે કે વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) પર ભારત-ચીનની વચ્ચે હાલમાં જે તણાવની સ્થિતિ છે, તેનું જવાબદાર કેન્દ્રનો એ નિર્ણય છે, જેમાં જમ્મુ-કાશ્મીરમાં અનુચ્છેદ ૩૭૦ને ખતમ કરી દેવાઈ છે. હવે જરા જુઓ કે જે નિર્ણય સંસદે લીધો છે, તેના નીચલા ગૃહના તેઓ પણ સભ્ય છે, તેનો જ અબ્દુલ્લાજી હવે વિરોધ કરી રહ્યા છે. પરંતુ ફારુક અબ્દુલ્લા તો બોલતા જ જાય છે. આખરે, દેશ અભિવ્યક્તિની આઝાદી તો બધાને જ આપે છે. પરંતુ બકવાસની મંજૂરી તો આપે નહીં. તેઓ હવે ફક્ત બકવાસ જ તો કરે છે. એ સરેઆમ દેશદ્રોહી ગતિવિધિ છે, બીજું કાંઈ નથી. ફારુક અબ્દુલ્લા જે ચીન પાસે તમામ આશા બાંધી બેઠા છે, તે ચીને પોતાના દેશમાં હજારો મસ્જિદોને ખુલ્લેઆમ તોડી પાડી છે. તે પોતાના દેશના મુસલમાનો પર જે જુલમ કરી રહ્યું છે, તે અંગે કોઈને જણાવવાની જરૂર નથી. પરંતુ ફારુક અબ્દુલ્લા ક્યાં તો કશું જાણવા નથી માંગતા અથવા જાણીને પણ ચૂપ છે.

કોણ નથી જાણતું કે ચીનમાં મુસલમાનોને સૂઅરનું માંસ જબરદસ્તીથી ખવડાવાય છે. તેમની છોકરીઓને સરેઆમ ઉઠાવી ધર્મપરિવર્તન કરાવીને લગ્ન કરાવાય છે, જેમાં સરકારનો પૂરો સહયોગ રહે છે. તેના પર તો ફારુક સાહેબ કેમ કાંઈ બોલતા નથી?

દરમિયાન કહેવાનું ન હોય કે ફારુક અબ્દુલ્લાની દેશવિરોધી નિવેદનબાજીથી ભારતના શત્રુઓને શક્તિ તો જરૂર મળે જ છે. બંને દેશોની વચ્ચે લદ્દાખની સરહદે જે કંઈ પાછલા મહિનાઓમાં થયું , તે માટે ચીનને તો ક્યારેય માફ નહીં કરાય અને ન કરવું જોઈએ. હવે ચીનની પણ આંખ ખૂલી ગઈ છે. ભારતે પણ બંને દેશોની વચ્ચે કોઈ પણ ગતિવિધિનો કાયદામાં રહીને જવાબ આપવા માટે ભારતીય નૌસેના, સેના અને વાયુદળ તૈયાર છે.

ફારુક અબ્દુલ્લા હાલ તો શ્રીનગર લોકસભા બેઠક પરથી લોકસભાના સાંસદ પણ છે. તેઓ કેન્દ્ર સરકારના અનેક વર્ષો સુધી મંત્રી પણ રહ્યા છે. સાચું પૂછો તો તેમણે ઘણા વખત પહેલાં જ સમજદારીથી બોલવાનું બંધ જ કરી દીધું છે. કેટલાંક વર્ષ પહેલાં જ ફારુક અબ્દુલ્લાએ ચેનાબ ઘાટીમાં એક કાર્યક્રમ દરમિયાન પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર પર ભારતના દાવા અંગે કહી દીધું હતું કે, શું તે તમારા બાપનું છે ? તેમણે વધુમાં કહ્યું કે, પીઓકે ભારતની બાપીકી મિલકત નથી, જેને તે મેળવી લે. અબ્દુલ્લાએ પાકિસ્તાનની સાથે સૂરમાં સૂર મેળવીને કહ્યું હતું કે, નરેન્દ્ર મોદી સરકાર પાકિસ્તાનના કબજામાંથી પીઓકે લઈને તો દેખાડે. મતલબ એ કે ફારુક અબ્દુલ્લાના મતે પીઓકે હાંસલ કરવું ભારત માટે અશક્ય જ છે. એ તો ભારતમાં રહીને ભારતને સીધી ધમકી આપવા બરાબર નથી તો શું છે ? અબ્દુલ્લા સાહેબ તમે ક્યારેય તક મળે ત્યારે સંસદ લાઇબ્રેરીમાં પણ આંટો મારી આવજો અને ત્યાં ભારતીય સંસદના ૨૨ ફેબ્રુઆરી ૧૯૯૪ના દિવસે પસાર થયેલા પ્રસ્તાવ ઉપર નજર નાંખે. એ પ્રસ્તાવમાં ભારતે પીઓકે પર એક ઐતિહાસિક નિર્ણય કર્યો હતો. એ દિવસે સંસદે એક પ્રસ્તાવ ધ્વનિ મતથી પસાર કરી પીઓકે પર પોતાનો સંપૂર્ણ અધિકાર દર્શાવતા કહ્યું હતું કે પીઓકે સહિત સંપૂર્ણ જમ્મુ કાશ્મીર ભારતનું અતૂટ હિસ્સો છે. પાકિસ્તાને તેણે જેના પર કબજો જમાવ્યો છે, એ હિસ્સો ખાલી કરવો પડશે.

શું ફારુક અબ્દુલ્લા સંસદના એક સન્માનિત સભ્ય હોવાને પગલે એ પ્રસ્તાવને નકારી શકે છે ? તેમના જાહેર નિવેદનનો તો એ જ અર્થ નીકળે છે. શું જમ્મુ કાશ્મીરના મામલે જે દેશની નીતિ છે, તેનાથી વિપરીત તમારી કોઈ નીતિ કે વિચાર હોઇ શકે ખરા ? જો હોય તો તે પણ જણાવી દેશને માહિતગાર કરવા જોઇએ.

ફારુક અબ્દુલ્લા કાશ્મીરમાં ભારતીય સૈનિકો પર પથ્થર ફેંકનારાઓના સમર્થનમાં પણ સ્પષ્ટરીતે બહાર આવી ચૂક્યા છે. તેમણે પથ્થરબાજોનું સમર્થન કર્યું છે. હવે જરા વિચારી લો કે તેઓ કેટલા બેજવાબદાર થઇ ગયા છે ? ફારુક અબ્દુલ્લાએ કહ્યું હતું કે, જો કેટલાક નવયુવાન સીઆરપીએફના જવાનો પર પથ્થરમારો કરી રહ્યા છે, તો કેટલાક સરકાર દ્વા।રા પ્રાયોજિત પણ છે. મતલબ એ કે તેમને વિવાદાસ્પદ નિવેદન કરવું જ કાયમ પસંદ રહ્યું છે.

ફારુક અબ્દુલ્લાના બેશર્મી અને વિવાદાસ્પદ નિવેદનોની યાદી ખરેખર બહુ લાંબી છે. તેઓ તો સુકમાના નક્સલી હુમલાની સરખામણી કુપવાડાના આતંકી હુમલા સાથે પણ કરી ચૂક્યા છે. તેમણે કહ્યું હતું કે કુપવાડાના શહીદોની શહાદતને ઘણા વધારીને રજૂ કરાઈ હતી, જ્યારે સુકમાના શહીદોને નજરઅંદાજ કરાઈ છે. બધાને જ ખબર છે કે જમ્મુ-કાશ્મીરના કુપવાડાના પંજગામ સેક્ટરમાં આર્મી કેમ્પમાં આતંકી હુમલો થયો હતો. આત્મઘાતી આતંકી હુમલામાં એક કેપ્ટન, એક જેસીઓ અને એક જવાન શહીદ થયા હતા. સુરક્ષાદળોના ઓપરેશનમાં બે આતંકીઓ પણ માર્યા ગયા હતા. સુકમા હોય કે કુપવાડા કે પછી કોઈ બીજું સ્થળ, આખા દેશ શહીદોને કૃતજ્ઞા ભાવથી સ્મરણ કરે છે. દેશ માટે પોતાના પ્રાણની આહુતિ આપનારાઓ અંગે ભેદભાવ કરવાનું કોઇ સપનામાં પણ વિચારી નહીં શકે.

પરંતુ એ પણ યાદ રાખો કે ભારતની એકતા અને અખંડતાને પડકારતા નિવેદન આપનારા ફારુક અબ્દુલ્લાનો વાળ પણ ભાગ્યે જ વાંકો થશે. તેમના પર કોઇ સખત કાર્યવાહી પણ નહીં થાય. મતલબ સ્પષ્ટ છે કે તેઓ દેશની વિરુદ્ધ બોલતા જ રહેશે. આખરે, આ દેશે અભિવ્યક્તિની આઝાદી આપી રાખી છે. પરંતુ એ ક્યાં સુધી ચાલશે ?

(લેખક  પૂર્વ સાંસદ છે)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન