નફરતની રાજનીતિ દેશ માટે જોખમી, નફરતનું રાજકારણ કરનારા જમ્મુ-કાશ્મીરથી દૂર રહે: અબદુલ્લા - Sandesh
NIFTY 10,360.15 -50.75  |  SENSEX 33,685.54 +-150.20  |  USD 64.9300 +0.11
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • નફરતની રાજનીતિ દેશ માટે જોખમી, નફરતનું રાજકારણ કરનારા જમ્મુ-કાશ્મીરથી દૂર રહે: અબદુલ્લા

નફરતની રાજનીતિ દેશ માટે જોખમી, નફરતનું રાજકારણ કરનારા જમ્મુ-કાશ્મીરથી દૂર રહે: અબદુલ્લા

 | 10:09 pm IST

નેશનલ કોન્ફરન્સના નેતા ફારૂક અબદુલ્લાએ કહ્યું કે, નફરતની રાજનીતિથી દેશ સામે જોખમ છે અને આ નફરતનું રાજકારણ કરનારા જમ્મુ-કાશ્મીરથી દૂર રહે. જમ્મુ-કાશ્મીરમાં પંચાયતની ચૂંટણી પહેલા આ નિવેદન આપ્યું હતું. ચૂંટણી પહેલા સાંપ્રદાયિક ધ્રુવીકરણથી દૂર રહેવા લોકોને અપીલ કરી હતી. પક્ષના અન્ય નેતાઓ સાથે કરેલી બેઠકમાં તેમણે કહ્યું હતું કે, કોઇ પણ ધર્મથી ડરવાની જરૃર નથી. માત્ર નફરતની રાજનીતિથી ચેતવાનું છે. સાંપ્રદાયિક તત્ત્વો એક ઢાલ બનીને કામ કરી રહ્યા છે. જમ્મુ-કાશ્મીર પ્રેમ અને સાંપ્રદાયિક સદ્ભાવનાનું ઉદાહરણ છે.

આવનારી પંચાયતની ચૂંટણીમાં સામૂહિક ભાગીદારીની માગ કરી વિભાજનલક્ષી યુક્તિ અંગે ચેતવણી આપી હતી. જે સાંપ્રદાયિકતાના નામે રાજ્યનું વાતાવરણ બગાડે છે. આ સાથે તેણે પક્ષને આવનારા સમયમાં મોટા પડકાર માટે તૈયાર રહેવા પ્રોત્સાહિત કર્યા. આ પહેલાં પણ તેઓ પીઓકે અંગે આપેલા નિવેદનથી વિવાદમાં રહ્યા હતા.

તેમણે પરવેઝ મુશર્રફના આતંકી સંગઠન, લશ્કર એ તોયબા અને જમાત ઉદ દાવાને આપેલા સમર્થનની ટીકા કરી હતી. ફારૃક અબદુલ્લાએ ઉમેર્યું હતું કે, એક વ્યક્તિની આતંકવાદી ગ્રૂપ પ્રત્યેની નિષ્ઠા જોઇને દુઃખ થાય છે. આ વ્યક્તિ પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ ઉપરાંત પાકિસ્તાન સૈન્યના પૂર્વ અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. મુશર્રફ આ રીતે આતંકી સંગઠનની પ્રશંસા કરે એ ખૂબ દુઃખની વાત છે.