કરાચીમાં ઠાર મરાયેલ ફારૂખ દેવડીવાલા સુરતમાં ભાજપના કોર્પોરેટરની હત્યામાં સામેલ હતો - Sandesh
  • Home
  • Gujarat
  • કરાચીમાં ઠાર મરાયેલ ફારૂખ દેવડીવાલા સુરતમાં ભાજપના કોર્પોરેટરની હત્યામાં સામેલ હતો

કરાચીમાં ઠાર મરાયેલ ફારૂખ દેવડીવાલા સુરતમાં ભાજપના કોર્પોરેટરની હત્યામાં સામેલ હતો

 | 8:08 am IST

પાકિસ્તાનના કરાચીમાં દાઉદ ઈબ્રાહીમનો નજીકનો સાગરિત ફારૃખ ઉર્ફે આલમખાન અબ્દુલગની દેવડીવાલાની છોટાશકીલે હત્યા કરી નાંખ્યા હોવાનું જાણવા મળે છે. મુંબઈના કાફર્ડ માર્કેટ મુસાફખાન ખાતે રહેતા ફારૃખ ઉર્ફે આલમખાન દાઉદ ઈબ્રાહીમનો નજીકનો સાગરિત હતો. વર્ષ ૨૦૦૧માં સુરતમાં ભાજપના કોર્પોરેટરની ઉપર ગોળીબાર કરી હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.

ઉપરાંત સુરતમાં આરડીએસ અને હથિયારો ધુસાડીને બ્લાસ્ટ કરવાનો વર્ષ ૨૦૦૧માં ફારૃખ દેવડીવાલાએ પ્લાન કરીને લેડીંગ કરાવ્યુ હતુ. જો કે, પોલીસે હથિયારો કબજે લીધા હતા.જયારે આરડીએસ મળ્યો નહોતો. આમ દાઉદના ઈશારે સુરતમાં ભાજપના નેતાની હત્યાનો પ્રયાસ અને આંતક ફેલવવા માટે ફારૃખ દેવડીવાલા હાજર રહ્યો હોવાનું જાણવા મળે છે. આ પછી ફારૃખ દેવડીવાલા વિદેશ નાસી ગયો હતો. ગત વર્ષે ફારૃખ દુબઈમાં પકડાયો હતો પણ તેનો કબજે ભારતને સોંપ્યો નહોતો. બીજી તરફ દાઉદને ખબર પડી ગઈ હતી કે, ફારૃખ દેવડીવાલા ભારત પોલીસ સાથે મળી ગયો છે અને તેના સાગરિતોની માહીતી આપી રહ્યો છે.

જેના પગલે ફારૃખ દેવડીવાલાને પાકિસ્તાનના કરાચીમાં દાઉદે બોલાવ્યો હતો અને છોટા શકીલને કહીને તેની ગેમ કરી દીધી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. જો કે, આ બાબતે સત્તાવાર રીતે કોઈ સમર્થન મળતુ નથી. ગેંગસ્ટાર ફારૃખ દેવડીવાલા આતંકવાદી સંગઠનના ઈશારે ઈન્ડિયન મુજાહિદીનમાં યુવાનોની ભરતી કરવામાં સામેલ હોવાનું જાણવા મળે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન