fasal-bima-yojana congress-3-mla-protest-for-farmers-for-pradhan-mantri
  • Home
  • Election 2019
  • સરકારથી નારાજ 3 કોંગી ધારાસભ્યો રિસાયા, ગાંધીનગર કૃષિભવનમાં કર્યો રાતવાસો

સરકારથી નારાજ 3 કોંગી ધારાસભ્યો રિસાયા, ગાંધીનગર કૃષિભવનમાં કર્યો રાતવાસો

 | 11:55 am IST

ગાંધીનગરના કૃષિભવનમાં કોંગી ધારાસભ્યોએ સરકાર સામે મોરચો માંડ્યો છે. તેઓ પાક વીમાની સહાયની રકમના આંકડા જાહેર કરવા સરકાર પાસે માંગણી કરી રહ્યા છે. આ 3 કોંગ્રી ધારાસભ્યો સહિત કોંગી ડેલીગેશન પણ લડી લેવાના મુડમાં દેખાઇ રહ્યું છે. હાલ ગાંધીનગર ખાતે કોંગ્રેસના ધારાસભ્યો બ્રિજેશ મિર્ઝા, ચિરાગ કાલરીયા અને ઋત્વિક મકવાણાએ નિયામકની કચેરીમાં આખી રાત ધરણા પર બેસ્યા હતા, અને હજી પણ આ ધરણા ચાલુ જ છે.

પ્રધાનમંત્રી પાક વીમા યોજના અંતર્ગત ખફી પાક મગફળી માટે વીમા કંપનીઓએ 22થી 49.40 ટકા સુધીનુ પ્રીમિયમ ખેડૂતો પાસેથી ઉઘરાવીને નફો કર્યો છે. પરંતુ ખેડૂતોને તેના રૂપિયા હજી મળ્યા નથી, તેથી કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો એ સરકાર સામે આ મામલે મોરચો માંડ્યો છે.

ગાંધીનગર ખાતે કૃષિ નિયામકની ચેમ્બરમાં કોંગી MLAએ કર્યું રાત્રી રોકાણ કર્યું છે. તેમને 18 કલાક કરતાં પણ વધારે સમયથી ધરણાં પર બેઠેલો છે. પરંતુ અધિકારીઓ કે સરકાર પાસેથી કોઇ જવાબ આપવામાં આવ્યો નથી.

આજે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા કૃષિ ભવનમાં કોંગ્રેસના ધારાસભ્યોને મળવા પહોંચ્યા હતા. આ મામલે અમિત ચાવડાએ કહ્યું કે, સરકાર કોંગ્રેસના ધારાસભ્યો અને ખેડૂતોની વાત નહીં સાંભળે તો કૃષિ અગ્ર સચિવથી લઈને રાજ્યપાલ અને લોક અદાલત સુધી આ મુદ્દો લઇ જવામાં આવશે.

ભાજપ દ્વારા દારૂ વેચી મત લેવાના હોય તો ખેડૂતોની દરકાર ન કરે. ભાજપ પછી ગામડાઓમાં જઇને બતાવે. ખેડૂતો જે સ્થિતિ કરશે એ ભાજપને ખબર પડશે. ખેડૂતોની વાત નહીં સાંભળવામાં આવે તો ગામડાઓમાં ભાજપના નેતાઓની પ્રવેશબંધી કરાવવાની ચીમકી કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આપી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન