વિરુષ્કાના લગ્ન બાદ ફરી બનારસી સાડીનો ટ્રેન્ડ - Sandesh
NIFTY 10,469.75 -10.85  |  SENSEX 34,119.21 +-73.44  |  USD 65.4500 +0.25
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Fashion & Beauty
  • વિરુષ્કાના લગ્ન બાદ ફરી બનારસી સાડીનો ટ્રેન્ડ

વિરુષ્કાના લગ્ન બાદ ફરી બનારસી સાડીનો ટ્રેન્ડ

 | 8:04 pm IST

ફિલ્મ અભિનેત્રી અનુષ્કા શર્મા બનારસી સિલ્ક સાડી પહેરીને એક વાર ફરી બનારસી સાડીની ચર્ચામાં છે. જોકે દિલ્હીમાં આયોજીત ગ્રાન્ડ રિસેપ્શનમાં અનુષ્કા શર્માએ બનારસી સાડીની પસંદગી કરી હતી. અનુષ્કાની લાલ રંગની બનારસી સાડીને હવે બ્રાઇડલ પસંદ કરી રહ્યા છે.

બનારસી સાડી દેખાવમાં અને પહેરાવમાં ખૂબ સુંદર લાગે છે . નવા વર્ષની સાથે લગ્નની સિઝન પણ શરૂ થઇ ગઇ છે. એવામાં દરેક લોકો લાલ રંગની બનારસી સાડીને પસંદ કરી રહ્યા છે. જરી અને બૂટની પહોળી બોર્ડર વાળી સાડીઓનું વેચાણ પહેલાથી ત્રણ ગણુ વધી ગયું છે. દરેક લોકો હવે લગ્નમા લાલ રંગની બનારસ સાડી પહેરીને અનુષ્કાની જેમ સુંદર દેખાવા માંગે છે.

બનારસી સાડીમાં હેન્ડવર્કનું કામ હોય છે. જેમા એક સાડીને તૈયાર કરવામાં 6 મહીનાથી પણ વધારે સમય લાગે છે. રિયલ ગોલ્ડ જરીથી તૈયાર બનારસી સાડીની કિંમત લાખોમાં હોય છે. બનારસી સાડીમાં 350થી વધારે ડિઝાઇન્સ છે. જેમા ત્રણ દિવસમાં 6 કલાક કામ કરીને 4 કારીગર એક મીટર ફેબ્રિક તૈયાર કરે છે.