વેસ્ટર્ન જ નહી, ટ્રેડીશનલ ડ્રેસ પર Stylish Belts આપશે ડિફરન્ટ લુક - Sandesh
NIFTY 10,094.25 -100.90  |  SENSEX 32,923.12 +-252.88  |  USD 65.1675 +0.24
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Fashion & Beauty
  • વેસ્ટર્ન જ નહી, ટ્રેડીશનલ ડ્રેસ પર Stylish Belts આપશે ડિફરન્ટ લુક

વેસ્ટર્ન જ નહી, ટ્રેડીશનલ ડ્રેસ પર Stylish Belts આપશે ડિફરન્ટ લુક

 | 9:01 pm IST

કપડાંની જેમ એક્સેસરીઝની ફેશન પણ ખૂબ ટ્રેન્ડમાં છે. યુવતીઓ તેમના ડ્રેસની સાથે મેચિંગ એક્સેસરીઝ કેરી કરવાનું પણ ભૂલતી નથી. એક્સેસરીઝમાં ફક્ત દાગીના જ સામેલ નથી પરંતુ સ્ટાઇલિશ વોચ,બેગ,બેલ્ટ પણ આ લિસ્ટમાં આવે છે. બેલ્ટની વાત કરીએ તો તમને આ દિવસોમાં ડ્રેસની સાથે પણ તેનો ક્રેઝ જોવા મળે છે. તે પણ વેસ્ટર્ન અને ટ્રેડીશનલ બન્ને આઉટફિટની સાથે જોવા મળે છે. આમ તો યુવતીઓ પેન્ટ અને સ્કર્ટની સાથે લેધરનો બેલ્ટ વધારે પહેરે છે. પરંતુ એથનિક ડ્રેસની સાથે મેચિંગ એમ્બ્રોડરી વાળી ફેબ્રિક બેલ્ટનો ક્રેઝ પણ ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.

એથનિક ડ્રેસની સાથે મેચિંગ બેલ્ટ
લહંગા,સાડી તેમજ એથનિક ડ્રેસની સાથે તમે મેચિંગ ફેબ્રિકનો બેલ્ટ અટેચ કરાવી શકો છો. આ એક પ્રકારની કમરબંધનું કામ પણ કરે છે. અનારકલી કે ફ્લોર લેન્થ સૂટની સાથે તમે બેલ્ટ લગાવીને દુપટ્ટાની સાથે અટેચ કરી શકો છો. બેલ્ટનો આ એક ફાયદો એ પણ છે જેનાથી તમે હેવી ડ્રેસમાં પણ કંફર્ટેબલ રહી શકો છો. જો તમે બોલ્ડ લુક પસંદ કરો છો તો સાડીની સાથે તમે લેધર સ્ટડ બેલ્ટ ટ્રાય કરો. જે તમને ઇંડો-વેસ્ટર્ન લુક આપશે. તમે ડ્રેસની એમ્બ્રોયડરીથી મેચીંગ બેલ્ટ પણ રેડી કરી શકો છો.

બ્રોચ સ્ટાઇલ બેલ્ટ
એલીગેંટ લુક મેળવવા માટે ગાઉન, ફ્રોક તેમજ સ્કર્ટની સાથે પણ બેલ્ટ પહેરી શકો છો. આજકાલ બજારમાં બ્રોચ સ્ટાઇલ મેટેલિક બેલ્ટ સહેલાઇથી મળી જાય છે જે કમરની પર ઘણું એટ્રેક્ટિવ લાગે છે. એટલું જ નહી આ બેલ્ટ એડજસ્ટેબલ પણ હોય છે.

ઓબી બેલ્ટ
ઓબી બેલ્ટ સિલ્ક, સાટિન અને ફેબ્રિકમાં પહોળા કદનો હોય છે. જેને યુવતીઓ વેસ્ટર્ન અને ટ્રે઼ડીશનલ બન્ને રીતે ડ્રેસની સાથે પહેરી શકે છે.