Beauty Fashion hair straightening mistake
  • Home
  • Fashion & Beauty
  • સ્ટ્રેટનિંગ કરતા સમયે કરો છો આ મોટી ભૂલ તો ચેતી જજો, નહીંતર…

સ્ટ્રેટનિંગ કરતા સમયે કરો છો આ મોટી ભૂલ તો ચેતી જજો, નહીંતર…

 | 5:20 pm IST

મહિલાઓમાં આજકાલ સ્ટ્રેટ હેરને લઇને ક્રેઝ વધતો જોવા મળી રહ્યો છે ખાસ કરીને સ્ટ્રેટ હેર કરાવવા માટે અવનવા ઉપાય કરતી રહે છે. જેમા ઓછી ગુણવત્તા ધરાવતા હેર ડ્રાયર કે હેર સ્ટ્રેટનરનો ઉપયોગ કરવાથી વાળને વધારે નુકસાન થઈ શકે છે. કાયમ સારી ક્વોલિટીના હેર સ્ટ્રેટનરનો ઉપયોગ કરવો જોઈએ, તેનાથી વાળની ક્વોલિટી પણ સારી જળવાઈ રહેશે. કોઈ પણ પ્રોડકટ ખરીદતાં પહેલાં તેના અંગે જાણી લેવું જરૂરી છે જેથી આપના વાળને નુકસાન ન થાય.

– મોટાભાગની મહિલાઓ એવું વિચારે છે કે ભીના વાળ પર સ્ટ્રેટનિંગ કરવાથી સારા પરિણામો મળે છે, પરંતુ એ ખોટું છે . ભીના વાળ પર સ્ટ્રેટનિંગ ન કરવું જોઈએ, કારણ કે તેનાથી વાળ તૂટે છે અને ખરે પણ છે. વાળને સ્ટ્રેટ કરતાં પહેલાં એ વાતનું ધ્યાન રાખો કે વાળ થોડાક ભીના હોય અને સંપૂર્ણપણે સૂકાયેલા ન હોય. સામાન્ય રીતે ભીના વાળ પર સ્ટ્રેટનિંગ કરવાથી વાળ ખરવા ઉપરાંત નાજુક અને શુષ્ક પણ થઈ જાય છે.

– સ્ટ્રેટનરના ઉપયોગની યોગ્ય રીતે એ છે કે આ વાળને નાના-નાના ભાગ બનાવી કામ કરો. મોટાભાગે લોકો બહુ મોટા-મોટા સેક્શન બનાવી વાળનું સ્ટ્રેટનિંગ કરે છે કે જેથી તેમને યોગ્ય પરિણામો નથી મળતા. જો કે હેર એક્સપર્ટ્સ પણ સલાહ આપે છે કે વાળને નાના-નાના સેક્શન બનાવી વાળનું સ્ટ્રેટનિંગ કરવું જોઈએ. તેનાથી વાળ ખરાબ નથી થતા અને વાળ ગૂંચવાતા પણ નથી. તો સારું રહેશે કે આપ નાના-નાના સેક્શન લો અને તેમને અલગ-અલગ સ્ટ્રેટનીંગ કરો.

– વાળ ધોયા વગર સ્ટ્રેટનિંગ કરવું એક મોટામાં મોટી ભૂલ છે. જે સામાન્ય રીતે તમે કરો છો. વાળને સ્ટ્રેટ કરતાં પહેલાં વાળને સારી રીતે શેમ્પૂ અને કંડિશન કરો. સ્કેલ્પ પર જામેલા પદાર્થ વાળા વાળ પર સ્ટ્રેટનિંગ કરવાથી વાળને નુકસાન પહોંચી શકે છે. જ્યારે તમે વાળ પર સ્ટ્રેટનિંગ મશીનનો ઉપયોગ કરો છો, ત્યારે ધ્યાન રાખો કે વાળ પર કોઈ કેમિકલ ન લાગેલું હોય કે વાળ પર ધૂળ ન ચોંટેલી હોય.