સાડી પહેરવાના શોખીન છો તો જાણી લો આ ખાસ Tips - Sandesh
NIFTY 10,360.15 -50.75  |  SENSEX 33,685.54 +-150.20  |  USD 64.9300 +0.11
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Fashion & Beauty
  • સાડી પહેરવાના શોખીન છો તો જાણી લો આ ખાસ Tips

સાડી પહેરવાના શોખીન છો તો જાણી લો આ ખાસ Tips

 | 3:09 pm IST

સાડી એક એવો પહેરવેશ છે. જેનાથી મહિલાઓની સુંદરતા વધી જાય છે. સાડીથી મહિલાઓની સુંદરતા કઇક અલગ જ લાગે છે. પરંતુ શુ તમને ખબર છે કે અવ્યવસ્થિત રીતે સાડી પહેરી હશે તો તે તમારી પર ખરાબ લાગશે. જેથી સાડી પહેરતી વખતે ઘણી એવી બાબતો છે જે ધ્યાનમાં લેવી જોઇએ. આ રીતે સાડી પહેરશો તો તમારી સુંદરતામાં ચાર ચાંદ લાગી શકે છે.

• જો તમે શ્યામ છો તો ડાર્ક રંગની સાડી ખરીદી શકો છો. હંમેશા તમારી ત્વચાના રંગના હિસાબ સાડીની પસંદગી કરવી જોઇએ. તમે લીલા, મરુન અને ડાર્ક ગુલાબી રંગની સાડી પસંદ કરી શકો છો.
• જો તમારું વજન વધારે છે તો તમે પાતળી રેશમની, શિડનની કે તમારી પર સારી લાગે તેવી સાડી ખરીદવી જોઇએ. કારણકે આ કાપડ શરીરને ચીપકેલું રહેશે. જો તમને સિલ્ક પસંદ છે તો તમે મૈસુર સિલ્ક સાડી પહેરી શકો છો, તેમજ તમારી પર સારી પણ લાગશે. કારણકે આ પ્રકારની સાડીનું વજન વધારે નથી હોતું.
• પાતળી મહિલાઓને કઠોર અને મુલાયમ કપડા જેવા કે કોટન, ટિશ્યુ, તુસ્સર, ઓર્ગજા સહિતની સાડી ખરીદવી જોઇએ. જેથી તે વધારે પાતળી ન દેખાય અને સુંદરતા પણ વધી જશે.
• જો તમારી ઉંચાઇ ઓછી છે તો તમારો ઓછી બોર્ડર વાળી સાડીઓ પહેરવી જોઇએ. તેમજ પ્રિન્ટ પસંદગ કરતા સમયે પણ ધ્યાન રાખવું જોઇએ. કારણકે નાના પ્રકારની પ્રિન્ટથી તમારી સુંદરતામાં વધારો થઇ શકે છે.
• તમે ઓફિસ જવા માટે સાડી પહેરી રહ્યા છો તો તેને યોગ્ય રીતે પિનઅપ કરો. આમ કરવાથી તમને કોઇ પરેશાની નહી થાય અને તમે સહેલાઇથી સાડી પહેરી શકો છો. આમ કરવાથી તમારી સુંદરતામાં ચાર ચાંદ લાગી જશે.
• આકર્ષક લુક માટે તમારી સાડીનો પાલવ થોડોક લૂસ રાખો. જેથી સાડીમાં કઇક ન્યુ સ્ટાઇલ પહેરી હોય તેમ લાગશે.
• કોટન, ટિશ્યુ, તુસ્સર, સિલ્ક અને ઓર્ગજાની સાડીને પ્રેસ કરવી ખૂબ જરૂરી છે. નહીતર આ સાડી મેલી અને ખરાબ દેખાશે.
• સાડીમાં પિન લગાવતા સમયે સાવધાન રહો. ક્યારેક ખભા પર પિન લગાવવાથી તમારું લુક ખરાબ લાગી શકે છે.