How To Remove Back unwanted hair, Follow home remedy
  • Home
  • Fashion & Beauty
  • પીઠની રુંવાટી કઇ રીતે ઓછી કરવી?  આ છે ઉપાય

પીઠની રુંવાટી કઇ રીતે ઓછી કરવી?  આ છે ઉપાય

 | 12:07 pm IST

બ્યુટી ક્વેરી :- નેહા દવે

કેટલીક વખત મહિલાઓ તેમના શરીર પર થતી રૂવાંટીને કારણે પરેશાન રહે છે. એવામાં મહિલાઓ હાથ પગ અને ચહેરા પર ધ્યાન આપે છે. પરંતુ પીઠની રૂવાંટી તરફ ધ્યાન આપી શકતી નથી. તો આવો જોઇએ કેટલાક સહેલા ઉપાય જેની મદદથી તમે રૂવાંટી દૂર કરી શકો છો. 

પ્રશ્ન : નમસ્તે, મારી ઉંમર ૨૪ વર્ષ છે. મારે વાંસાના ભાગમાં ખૂબ રુંવાટી છે. મારે કોઇવાર સાડીમાં બેકલેસ બ્લાઉઝ પહેરવું હોય તો ખૂબ શરમ અનુભવાય છે. વાંસાના ભાગની રુંવાટીને કઇ રીતે ઓછી કરી શકાય તે જણાવશો.

જવાબ : ઘણી સ્ત્રીઓને વાંસાના ભાગમાં વધારે પ્રમાણમાં રુંવાટી હોય છે. તેને તમે વેક્સ દ્વારા દૂર કરી શકો છો. જો વેક્સ કરાવવાની ઇચ્છા ન હોય તો તે જગ્યાએ બ્લીચ પણ કરાવી શકાય છે. રહી વાત રુંવાટી ઓછી કરવાની તો તે માટે સ્નાન કર્યાં બાદ પીઠ ઉપર ઘસીને લૂંછવાનું રાખો, અઠવાડિયે એકવાર ચણાના લોટને ઘસો. ચણાનો લોટ ઘસવાથી રુંવાટી ઘણી ઓછી થઇ જશે. અલબત્ત, તેમાં સમય લાગશે પણ ફાયદો ચોક્કસ થશે.

પ્રશ્ન : નમસ્તે, મારી ઉંમર ૨૨ વર્ષ છે. આટલી નાની ઉંમરમાં જ મારા દાંત ખૂબ પીળા પડી ગયા છે. હું ઘણી સારી સારી પેસ્ટ વાપરું છું, પણ કોઇ અસર નથી થતી. દાંત પીળા હોવાને કારણે હું ખૂલીને હસી પણ નથી શકતી. મને ખૂબ સંકોચ થાય છે. દાંતને સફેદ અને ચમકીલા બનાવવા શું કરવું જોઇએ?

જવાબ : આજકાલ બજારમાં સ્ટ્રોબેરી ખૂબ મળી રહી છે. તમે સ્ટ્રોબેરીને ક્રશ કરીને અઠવાડિયામાં બે વાર દાંતે ઘસવાનું રાખો. તેનાથી દાંત માત્ર બે મહિનામાં જ સુંદર મોતીના દાણા જેવા બની જશે. સ્ટ્રોબેરીનો ઉપયોગ ન કરવો હોય તો દાંતે મીઠું પણ ઘસી શકો છો. તે સિવાય ચારકોલ પણ પીળા દાંતને સફેદ બનાવવાનું કાર્ય કરે છે. જો કે ચારકોલ મોઢામા ઘસવો ઘણાંને નથી ગમતો, પણ તે ઉત્તમ ફળ આપે છે.

પ્રશ્ન : નમસ્તે, મારી ઉંમર ૩૪ વર્ષ છે. મને પરસેવો ખૂબ થાય છે. તેના કારણે શરીરમાંથી ખૂબ વાસ આવે છે. હું આ કારણે કોઇની પણ નજીક જતાં સંકોચ અનુભવું છું. પરસેવાની વાસ ન આવે તે માટે કોઇ ઉપાય જણાવશો.

જવાબ : ઉનાળાની સિઝનમાં પરસેવો અતિશય થાય છે, પરસેવો થવાને કારણે શરીરમાં બેક્ટેરિયા ઉત્ત્પન્ન થાય છે. હવે બેક્ટેરિયા થાય એટલે શરીરમાંથી વાસ આવે તે સ્વાભાવિક છે. તમે શરીરમાંથી વાસ ન આવે તે માટે સારા પરફ્યૂમ કે ડીઓનો ઉપયોગ કરો. ઘરેલુ ઉપચારમાં તમે સ્નાન કરતી વખતે રોજે શરીરે અને ખાસ કરીને બગલમાં લીંબુ ઘસવાનું રાખો. વળી નહાવાના પાણીમાં લેવેન્ડર ઓઇલ નાખો જેથી શરીરમાં સુગંધ આવે. ઉનાળાની સિઝનમાં દિવસમાં બે વાર સ્નાન કરવાનું રાખવું. તેમજ ટેલકમ પાઉડરનો ઉપયોગ પણ વધારવો અને બહાર જાવ ત્યારે ટેલકમ પાઉડર તેમજ ડીઓ સાથે રાખવા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન