લગ્નસરામાં દુલ્હન પર છવાશે નથનો જાદુ, આ ડિઝાઇનની છે જોરદાર માંગ - Sandesh
  • Home
  • Fashion & Beauty
  • લગ્નસરામાં દુલ્હન પર છવાશે નથનો જાદુ, આ ડિઝાઇનની છે જોરદાર માંગ

લગ્નસરામાં દુલ્હન પર છવાશે નથનો જાદુ, આ ડિઝાઇનની છે જોરદાર માંગ

 | 7:07 pm IST

અત્યારના સમયમાં દુલ્હન બનવા જઇ રહેલી યુવતીઓ માટે કપડા તથા જ્વેલરીને પસંદ કરવા મોટી મુશ્કેલીનું કામ છે. પરંતુ હાલ બજારમાં એટલી ડિઝાઇન આવી ગઇ છે કે તે સમજી નથી શકતી કે આખરે તે ખરીદી કરે અને શુ ન કરે. એવામાં અમે દુલ્હનની જ્વેલરીની સૌથી મહત્વનું દાગીનો નથ ખરીદવામાં તમારી મદદ કરવાના છીએ. વર્તમાન સમયમાં બજારમાં નથીની ઘણી બધી ડિઝાઇન આવી ગઇ છે અને આ દરેક ડિઝાઇન તમને ઘણાં રંગોમાં મળી પણ જશે. પરંતુ તમને લહેંગા સાથે મેચીંગ કરીને નથને ખરીદવી જોઇએ. તો આવો જોઇએ આજની સૌથી લેટેસ્ટ નથી ડિઝાઇન અંગે…

રિંગ વાળી નથ
જો તમે લગ્નામાં એકદમ સિંગલ નથ લેવા માંગો છો તો તમે રિંગ વાળી નથને ટ્રાય કરી શકો છો. જેથી તમે સિમ્પલ દેખાશો અને સાથે જ તમારી નથ પહેરવાની ઇચ્છા પણ પૂરી થઇ જશે.

મલ્ટીપલ ચેન વાળી નથ
આ પ્રકારની નથ સાઉથમાં સૌથી વધારે જોવા મળે છે. જેથી તમે કઇ અલગ દેખાવા માંગો છો તો આ એક્સપરિમેન્ટને તમારી જ્વેલરીની સાથે જરૂર કરો. તથા મલ્ટીપલ ચેઇન વાળી નથો પ્રયોગ તમારા લગ્નમાં કરી શકો છો. 3 ચેઇન વાળી આ નથની સાથે હેવી માંગ ટીકો પણ જરૂરથી લગાવો. જેથી તમારુ લુક કઇક અલગ જ લાગશે.

હૂપ નથ
ઘણી યુવતીઓ લગ્નમાં મોટી નથની જગ્યાએ નાની નથ પહેરવાનું પસંદ કરે છે. જેથી તમને મોટી નથન ન પહેરવી હોય તો તમારા માટે નોઝ રિંગ યોગ્ય છે. આ નથ પહેરવામા ખૂબ સહેલી રહેશે. તેમજ તેનુ વજન પણ નહી લાગે.

બંગાળી સ્ટાઇલ
આ નથ હળવા ક્રાફ્ટ વર્ક વાળી તથા ચેઇનથી જોડાયેલી હોય છે. જો તમે બંગાળી નથી તો પણ આ નથ તમને એક નવું લુક આપશે.

જડતર નથ
આપણા દેશમાં વધારે મારવાડી અને રાજસ્થાની મહિલાઓ આ પ્રકારની નથનો પ્રયોગ કરો છે. આ નથ દુલ્હનને એક અલગ જ રૂપથી રંગ પ્રદાન કરે છે. આ નથને તમે જડતર લહેંગા સાથે ટ્રાય કરશો તો લગ્નમાં સૌથી સુંદર નજરે પડશો.