Fashion Seeing this fashion of jeans will surprise you, know its price
NIFTY 11,435.10 +79.35  |  SENSEX 37,852.00 +207.10  |  USD 69.8950 -0.04
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • જીન્સની આ ફેશન જોઇને તમને પણ થશે આશ્ચર્ય, જાણો તેની કિંમત

જીન્સની આ ફેશન જોઇને તમને પણ થશે આશ્ચર્ય, જાણો તેની કિંમત

 | 4:51 pm IST

ફેશનની દુનિયામાં મોટા બદલાવ જોવા મળે છે. આજકાલ આ વાત જાણવી મુશ્કેલ થઇ ગઇ છે કે આખરે ફેશન છે શું? કેટલાક ડિઝાઇનર અજીબોગરીબ રીતે કપડાને ડિઝાઇન કરી રહ્યા છે. જેને જોઇને સમજવી થોડીક મુશ્કેલ છે. એક બ્રાન્ડે જીન્સને ઊંધી ડિઝાઇન કરી છે. સોશિયલ મીડિયા પર જીન્સની ઊંધી ડિઝાઇન ખૂબ ચર્ચામાં છે. આવો જોઇએ તે જીન્સમાં આખરે ખાસ શુ છે. ન્યૂયોર્કના CIE Denim નામની એક બ્રાન્ડે હાઇ રાઇજ જીન્સ ડિઝાઇન કરી છે. આ જીન્સને ઊંધી રીતે ડિઝાઇન કરવામા આવે છે. આ જીન્સમાં બેલ્ટ અને પોકેટ કમરની જગ્યાએ એડીની જગ્યાએ છે. આ જીન્સની ડિઝાઇન અમેરિકાની હોરર વેબ સીરીજ સ્ટ્રેંજર થિંગ્સથી પ્રેરિત છે. આ ઇનવર્ટેડ કે અપસઇડ ડાઉન ડેનિમ જીન્સને ‘Will’ નામ આપવામાં આવ્યું છે. જ્યારે ડબલ બેક પેનલ વાળા ડેનિમ શોર્ટનું નામ ‘EI’ રાખવામાં આવ્યું છે. તે સિવાય કેટલીક ઇનવર્ટેડ જીન્સનું નામ Lucas, Mike, Nancy અને Maxine છે. આ ડેનિમ ઇનવર્ટેડ જીન્સની કિંમતમ $ 495 એટલેકે 33,905 ની આસપાસ છે. આ અપસાઇડ ડાઉન શાર્ટેસની કિંમત $ 385 એટલે 26,370 જણાવવામાં આવી રહી છે. આ ઇનવર્ટેડ જીન્સની ડિઝાઇન સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યા છે.