fashion trends in covid 19 will trial room end in clothing stores?
  • Home
  • Fashion & Beauty
  • શું કોરોનાના કારણે કપડાના સ્ટોર પર ટ્રાયલ રૂમ બંધ થઈ જશે? લોકડાઉન બાદ જીવનશૈલી બદલાઈ જશે

શું કોરોનાના કારણે કપડાના સ્ટોર પર ટ્રાયલ રૂમ બંધ થઈ જશે? લોકડાઉન બાદ જીવનશૈલી બદલાઈ જશે

 | 2:22 pm IST

કોરોના વાયરસે સમગ્ર દુનિયાને હલાવી દીધી છે. જ્યાં સુધી આ વાયરસની વેક્સીન કે સચોટ દવા નહી મળે ત્યાં સુધી આપણે આ વાયરસ સાથે જીવતા શીખવુ પડશે. કોવિડ-19ના કારણે આપણી જીવનશૈલી સાવ બદલાઇ ગઈ છે. રોજબરોજના જીવનમાં મસમોટા ફેરફાર આવ્યા છે. ઓફિસ હોય કે બહારનું શોપિંગ પહેલા જેવુ સામાન્. વાતાવરણ બનતા ઘણો જ સમય લાગી જશે.

આ કડીમાં એક વાત નવી સામે આવી છે. અત્યાર સુધી આપણે કપડાના સ્ટોર પર કે દુકાનો પર ટ્રાઇલ કરીને જ કપડા ખરીદતા હતા જો કે હવે આ સમય ફરી આવશે કે કેમ તે પણ એક સવાલ છે. હકીકતમાં, ગોવાના એક પ્રખ્યાત બુટિક સ્ટોરે તેના ઇન્સ્ટાગ્રામ પર ગ્રાહકોને સલાહ આપી છે. જેમાં ગ્રાહકોને સ્ટોર પર આવતી વખતે માસ્ક પહેરવું ફરજીયાત અને હાથને સેનેટાઈઝ કરવું જરૂરી રહેશે.

આ સાથે એમ પણ લખ્યું છે કે જો તેઓ કોઈ કપડા ટ્રાઈ કરે છે પણ ખરીદતા નથી, તો તે સામાનને ક્લોરટાઈન કરવાનો રહેશે. આ એડવાઈઝરી સૂચવે છે કે જ્યારે લોકડાઉન પછી બજાર સંપૂર્ણપણે ખુલશે ત્યારે ટ્રાયલ રૂમ ભૂતકાળની બાબત બની જાય તો નવાઈ નહી.

પ્રખ્યાત બ્રાન્ડ બ્લેકબેરીએ પણ કહ્યું છે કે ટ્રાયલ રૂમ નાબૂદ થવો જોઈએ. ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાએ કહ્યું કે તે ઓનલાઇન એડવાઈઝરીના આધારે ચુસ્ત નિયમો પાલન કરવાનં ગ્રાહકોને સમજાવે છે. જો કે, ટ્રાયલ રૂમ વિના કપડાની દુકાનની કલ્પના કરવી અશક્ય છે. કારણ કે દરરોજ હજારો લોકો મોલમાં જાય છે અને ખરીદી કરે છે. કપડાની ટ્રાઈ કર્યા પછી જ કપડા ખરીદે છે.

તેથી ટ્રાયલ રૂમ વિના કપડા વેચવા એક મોટો પડકાર સાબીત થઈ શકે છે .જો કે એકવાર લોકડાઉન ખુલ્લું થાય ત્યાં સુધી કોરોના વાયરસ સંપૂર્ણપણે નાબૂદ થાય ત્યાં સુધી, દુકાનો અને સ્ટોર્સમાં આવા ફેરફારો કરવા પડશે. યોગ્ય પ્રમાણભૂત ચાર્ટ સાથે સ્ટોર પર ઘણાં બધાં કપડાંને માપવાનું વધુ સારું રહેશે રાખવામાં આવે છે. જેથી લોકો તે ચાર્ટ જોઈને તેમના યોગ્ય કદનો અંદાજ લગાવી શકે.

ભલેને કોરોના વાયરસના આગમનથી ઓનલાઇન ખરીદી અને ડિલિવરીનું ચલણ વધશે, પરંતુ હજી પણ સ્ટોર પર જવું અને કપડાં જોઈને અને ખરીદી કરવાનું ક્યારેય સમાપ્ત થતું નથી. તેથી જ કોરોના વાયરસથી બચવા માટે ખરીદીમાં ઘણા બધા ફેરફારો કરવા પડશે અને દરેકને તૈયાર રહેવાની જરૂર રહેશે.

આ વીડિયો જુઓ:  ઘરની આ વસ્તુથી પેટની ચરબી થઇ જશે ઓછી, ફોલો કરો આ ઉપચાર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન