મેકઅપ વગર તમે આ રીતે દેખાવ હોટ અને સ્ટાઇલિશ - Sandesh
NIFTY 10,395.10 -15.80  |  SENSEX 33,799.57 +-36.17  |  USD 64.8450 +0.03
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Fashion & Beauty
  • મેકઅપ વગર તમે આ રીતે દેખાવ હોટ અને સ્ટાઇલિશ

મેકઅપ વગર તમે આ રીતે દેખાવ હોટ અને સ્ટાઇલિશ

 | 10:15 am IST

આજકાલની યુવતીઓ દરેક વાતમાં આગળ હોય છે. તે ઇચ્છે છે કે તે સૌથી અલગ અને સ્ટાઇલિશ લાગે છે. તેમજ તે કોઇપણ પાર્ટીમાં કે ફંક્શનમાં જાય તો દરેક લોકોની નજર તેમની સામે રહે. પરંતુ સુંદર અને સ્ટાઇલિશ દેખાવા માટે ફક્ત મેકઅપ જ જરૂરી નથી. પરંતુ ઘણી એવી વસ્તુ છે કે જેનો ઉપયોગ કરવાથી તમે મેકઅપ વગર પણ સુંદરની સાથે સ્ટાઇલિશ દેખાઇ શકો છો. આજકાલ ફેશનનો ટ્રેન્ડ થઇ ગય છો. જો તમે મેકઅપ ન કરો તો પણ તમારી એસેસરીઝ અને ડિઝાઇનર ડ્રેસને કેરી કરી આકર્ષક દેખાઇ શકો છો.

ઇયરરિંગનો કરો ઉપયોગ
જો તમે હોટ અને સ્ટાઇલિશ દેખાવા માંગો છો તો ઇયરરિંગનો ઉપયોગ કરી શકો છો. ડ્રેસ અને ચહેરા અનુસાર ઇયરરિંગ પહેરવામાં આવે તો મેકઅપની જરૂરત પડતી નથી.

સ્ટાઇલિશ ફૂટવેરનો ઉપયોગ
સ્ટાઇલિશ ફૂટવેર પહેરવાથી તમારા લુકમાં બદલાવ આવશે. જેમા તમારુ લુક કઇક અલગ જ લાગશે. આજકાલ બજારમાં સિલ્વર મેટેલિક ફુટવેર સૌથી વધારે ચાલી રહ્યા છે. જે પહેરવાથી તમને એટ્રેક્ટિવ લુક મળશે. તે સિવાય હાઇ હિલના ફૂટવેર પણ સારા લાગે છે.

બ્રેસલેટ
હોટ અને સ્ટાઇલિશ લૂક મેળવવા માંગો છો તો બ્રેસલેટ એક સારો ઉપાય છે. બ્રેસલેટમાં મેટેલિક કલર બજારમાં સૌથી વધારે ચાલી રહ્યા છે અને તેમા અનેક પ્રકારની વેરાયટિ અને ડિઝાઇન્સ પણ જોવા મળી રહ્યા છે.

રિંગ (વીંટી)
આજકાલ બજારમાં સિમ્પલ સોવર રિંગ વધારે જોવા મળી રહી છે. જો તમે આ રિંગ પહેરશો મેકઅપ વગર પણ સ્ટાઇલિશ લાગી શકો છો.