Fast bowler Harshal Patel took 32 wickets in this IPL Can get a place in Team India
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • IPL 2021ના હીરોથી કોહલી ખુશ, ટીમ ઇન્ડિયામાં મળી શકે છે સ્થાન

IPL 2021ના હીરોથી કોહલી ખુશ, ટીમ ઇન્ડિયામાં મળી શકે છે સ્થાન

 | 7:17 pm IST
  • Share

  • હર્ષલ પટેલ ટીમ ઇન્ડિયામાં થશે સામેલ
  • ભુવનેશ્વર કુમાર માટે હર્ષલ બની શકે છે વિલન
  • હર્ષલ પટેલ IPL-2021માં સર્વાધિક વિકેટ લેનાર બોલર

રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ઝડપી બોલરે આઇપીએલ 2021માં તમામ લોકોને પ્રભાવિત કર્યા છે. ઝડપી બોલર હર્ષલ પટેલે IPL 2021ની સિઝનમાં 32 વિકેટ હાંસલ કરી દેખાડી દીધુ છે કે તેની બોલિંગમાં કેટલો પાવર છે. હર્ષલ પટેલ આ IPL સિઝનમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલરમાં સૌથી આગળ છે. તેની આસપાસ પણ કોઇ નથી.

આ ખેલાડી માટે બની શકે છે વિલન

હર્ષલ પટેલ આગામી સમયમાં ખુબ જ જલ્દી ભારતીય ટી-20 ટીમમાં પોતાનું સ્થાન બનાવી શકે છે. તે ભુવનેશ્વર કુમારના સ્થાને ટીમમાં સામેલ થઇ શકે છે. ભુવનેશ્વર કુમારનું તાજેતરનું પ્રદર્શન કંઇ ખાસ રહ્યું નથી. જોકે તેણે ટી-20 વર્લ્ડકપની ટીમમાં પોતાનું સ્થાન બનાવી લીધુ છે. હર્ષલ પટેલ આ આઇપીએલ સિઝનમાં પર્પલ કૈપ હોલ્ડરની રેસમાં સૌથી આગળ છે. હર્ષલ પટેલે મુંબઇ ઇન્ડિયન્સ વિરૂદ્ધ એક મેચમાં 5 વિકેટ પણ પોતાના નામે કરી હતી, જ્યારે આઇપીએલ 2021માં તેના નામે હેટ્રિક પણ છે.

ટીમમાં નેટ બોલર બની શકે છે?

ટી-20 વર્લ્ડકપમાં હર્ષલ પટેલને સપોર્ટ તરીકે ટીમમાં સાથે રાખવામાં આવી શકે છે. તેને નેટ બોલર તરીકે ટીમમાં સ્થાન મળી શકે છે. જોકે હાલમાં BCCI તરફથી આ અંગે કોઇ આધિકારિક પુષ્ટિ થઇ નથી. કોલકાતા વિરૂદ્ધ રમાયેલ મુકાબલામાં હર્ષલ પટેલે 4 ઓવરમાં 19 રન આપીને 2 વિકેટ મેળવી હતી.

IPL 2021માં સૌથી વધુ વિકેટ લીધી

RCBના ઝડપી બોલર હર્ષલ પટેલે આખી આઇપીએલ સિઝનમાં પોતાની શાનદાર બોલિંગથી સૌ કોઇને પ્રભાવિત કર્યા છે. જોકે ટીમ ફાઇનલની રેસથી બહાર થઇ ગઇ છે પરંતુ હર્ષલ પટેલે એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. હર્ષલ પટેલ એક આઇપીએલ સિઝનમાં સૌથી વધુ વિકેટ લેવાના મામલે ડ્વેન બ્રાવોની સાથે નંબર-1 પર આવી ગયો છે. તેણે આ આઇપીએલ સિઝનમાં 32 વિકેટો લીધી, જે કોઇ પણ બોલર દ્વારા એક સિઝનમાં લેવામાં આવેલ સર્વાધિક વિકેટ છે. બ્રાવોના નામે પણ આટલી જ વિકેટ છે, જે તેણે 2013માં ચેન્નઇ તરફથી રમતા લીધી હતી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો