Fast Bowler Jasprit Bumrah Celebrates Raksha Bandhan in advance
  • Home
  • Sports
  • Cricket
  • રક્ષાબંધન: વેસ્ટઇન્ડીઝ માટે રવાનગી પહેલા બુમરાહે કરી બહેન માટે કરી ભાવુક પોસ્ટ

રક્ષાબંધન: વેસ્ટઇન્ડીઝ માટે રવાનગી પહેલા બુમરાહે કરી બહેન માટે કરી ભાવુક પોસ્ટ

 | 10:22 pm IST

આઈસીસી વિશ્વ કપ બાદ રેસ્ટ કરી રહેલો ભારતીય ઝડપી બોલર જસપ્રીત બુમરાહ હવે વેસ્ટઇન્ડીઝના પ્રવાસે જવા માટે તૈયાર છે. બુમરાહ વિંડીઝ સામે બે મેચોની ટેસ્ટ સિરીઝમાં ભાગ લેશે. ભારતના આ ઝડપી બોલરે વેસ્ટઇન્ડીઝના પ્રવાસે જતા પહેલા એક ભાવુક પોસ્ટ કરી છે.

જસપ્રીત બુમરાહને વન ડે અને ટી20 સિરીઝમાં રેસ્ટ આપવામાં આવ્યો હતો. ભારત અને વેસ્ટઈન્ડીઝ વચ્ચે બુધવારે અંતિમ વન ડે મેચ રમાશે. જસપ્રીત બુમરાહે મંગળવાર(13 ઓગસ્ટે) બપોરે ટ્વીટ પર બે તસવારો પોસ્ટ કરી. આ પોસ્ટ સાથે બુમરાહે લખ્યું કે,‘ભારતીય ટીમ માટે ડ્યૂટીનો મતલબ છે કે હું રક્ષાબંધનમાં અહીં નહીં રહ્યું. પરંતુ માત્ર આ કારણથી હું તમારી સાથે રક્ષાબંધનના તહેવારની ઉજવણી કરવા ચૂકવા માંગતો નથી.’ બુમરાહે જે તસવીર પોસ્ટ કરી છે તેમાં તેની બહેન રાખડી બાંધતા નજરે આવી રહી છે.

આપને જણાવી દઈએ કે ભારત અને વેસ્ટઈન્ડીઝ વચ્ચે ટેસ્ટ સિરીઝની શરૂઆત 22 ઓગસ્ટથી થશે. તેથી બુમરાહ એક સપ્તાહ પહેલા જ વેસ્ટઇન્ડીઝ પહોંચી જશે. આ કારણે તે રક્ષાબંધનના દિવસે ઘરે નહીં હોય.

આ વીડિયો પણ જુઓ: સુરેન્દ્રનગરમાં ભારે વરસાદના પઞલે અનેક નદી, પુલના ધોવાણ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન