fast bowler umesh yadav added to india test squad
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • પિંક બોલ ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયામાં ઉમેશ યાદવની એન્ટ્રી, આ ખેલાડી થયો બહાર

પિંક બોલ ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયામાં ઉમેશ યાદવની એન્ટ્રી, આ ખેલાડી થયો બહાર

 | 8:47 am IST
  • Share

ભારત (INDIA)અને ઇંગ્લેન્ડ(ENGLAND) વચ્ચે ચાલી રહેલી ટેસ્ટ સિરીઝની ત્રીજી મેચ પહેલા ટીમ ઇન્ડિયા માટે સારા સમાચાર સામે આવ્યા છે. બીસીસીઆઇ(BCCI)એ છેલ્લR બે ટેસ્ટ મેચ માટે અનુભવી ઝડપી બોલર ઉમેશ યાદવને ટીમમાં સામેલ કર્યો છે. ઉમેશ યાદવ ટીમમાં શાર્દુલ ઠાકુરની જગ્યા લેશે, જેને વિજય હજારે ટુર્નામેન્ટ રમવા માટે રિલિઝ કરવામાં આવ્યો છે.


બીસીસીઆઈના જણાવ્યા અનુસાર, ફાસ્ટ બોલર ઉમેશ યાદવે 21 ફેબ્રુઆરીએ મોટેરા ગ્રાઉન્ડમાં ફિટનેસ ટેસ્ટ પાસ કરી લીધી છે અને છેલ્લી બે ટેસ્ટમાં તેનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ઉમેશ ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન ઘાયલ થયો હતો, જેના કારણે તેને ભારત પરત ફરવું પડ્યું હતું. ભારતીય ટીમ ઈંગ્લેન્ડ સામે 24 ફેબ્રુઆરીએ અમદાવાદના મોટેરા સ્ટેડિયમ ખાતે ત્રીજી ટેસ્ટ મેચ રમવાની છે, જે ડે-નાઈટ ટેસ્ટ છે. પિંક બોલ સાથે રમાનારી આ મેચ પહેલા ઉમેશ યાદવ ફીટ થઈ જતા ટીમ ઈન્ડિયા માંટે રાહતના સમાચાર છે. ચાર મેચની ટેસ્ટ સિરીઝમાં બંને ટીમો 1-1થી જીત માટે બરાબરી પર છે.

વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, ઋષભ પંત (વિકેટકીપર), વૃદ્ધિમન સાહા (વિકેટકીપર), આર અશ્વિન, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, ઇશાંત શર્મા, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ અને ઉમેશ યાદવ.

ઇંગ્લેન્ડના ભારત પ્રવાસનો કાર્યક્રમ

ત્રીજી ટેસ્ટ: 24 થી 28 ફેબ્રુઆરી: અમદાવાદ
ચોથી ટેસ્ટ: 4 થી 8 માર્ચ: અમદાવાદ

ટી-20 આંતરરાષ્ટ્રીય શ્રેણી

  • પ્રથમ ટી20 આંતરરાષ્ટ્રીય 12 માર્ચ: અમદાવાદ
  • બીજો ટી20 આંતરરાષ્ટ્રીય 14 માર્ચ: અમદાવાદ
  • ત્રીજી ટી20 આંતરરાષ્ટ્રીય માર્ચ 16: અમદાવાદ
  • ચોથી ટી20 આંતરરાષ્ટ્રીય માર્ચ 18: અમદાવાદ
  • પાંચમી ટી20 આંતરરાષ્ટ્રીય માર્ચ 20: અમદાવાદ

વનડે સિરીઝ

  • પ્રથમ વનડે: 23 માર્ચ: પુણે
  • બીજી વનડે: 26 માર્ચ: પુણે
  • ત્રીજી વનડે: 28 માર્ચ: પુણે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન