અહો આશ્ચર્યમ! હેલ્મેટ પહેરીને બોલિંગ કરતો ન્યૂઝીલેન્ડનો બોલર - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • અહો આશ્ચર્યમ! હેલ્મેટ પહેરીને બોલિંગ કરતો ન્યૂઝીલેન્ડનો બોલર

અહો આશ્ચર્યમ! હેલ્મેટ પહેરીને બોલિંગ કરતો ન્યૂઝીલેન્ડનો બોલર

 | 7:30 pm IST

ક્રિકેટના મેદાનમાં બેટ્સમેન, વિકેટકિપર હેલ્મેટ પહેરે તે સામાન્ય બાબત છે. મેદાન પરના એમ્પાયર પણ આજ કાલ સુરક્ષા ખાતર હેલ્મેટ પહેરતા હોય છે. પરંતુ કોઈ બોલર હેલ્મેટ પહેરીને બોલિંગ કરે તો નવાઈ સર્જાય. ન્યૂઝીલેન્ડનો બોલર પહેરીને બોલિંગ કરે છે.

ન્યૂઝીલેન્ડનો વૉરેન બાર્ન્સ નામનો બોલર મેદાન પર હેલ્મેટ પહેરીને બોલિંગ કરે છે. વૉરન ન્યૂઝીલેન્ડમાં ઘરઆંગણે રમાતી સુપર સ્પેશ T20 લીગમાં હેલ્મેટ પહેરીને બોલિંગ કરે છે.

ન્યૂઝીલેન્ડમાં રમાતી સુપર સ્પેશ T20 લીગમાં ઓટાગો ક્રિકેટ ટીમના મીડિયમ પ્રેસર વૉરન બાર્ન્સે નૉર્ધર્ન ડિસ્ટ્રિક્ટ વિરૂદ્ધ રમતા હેડ ગિયર (હેલ્મેટ) પહેરીને બોલિંગ કરી હતી. 25 વર્ષનો વૉરેન બાર્ન્સની બોલિંગ એક્સન પણ તદ્દન વિચિત્ર છે. બોલિંગ દરમિયાન બોલ ફેંક્યા બાદ તેનું ફોલૉ થ્રૂ નીચે તરફ ઝુકેલુ રહે છે.

વૉરેને હેલ્મેટ પહેરીને બોલિંગ કરવા વિષે કહ્યું હતું કે, વિચિત્ર પ્રકારની બોલિંગ એક્સનના કારણે તે હેલ્મેટ પહેરે છે. જો કોઈ બેટ્સમેન તેના તરફ શોર્ટ ફટકારે તો તે બોલ પર જલ્દી રિએક્ટ નથી કરી શકતો. આમ સુરક્ષાના કારણોસર બાર્ન્સે બોલિંગ ફેંકતી વખતે માથા પર હેલ્મેટ પહેરવાનો નિર્ણય લીધો હતો.