fastag available in paytm and banks get discount and cashback
  • Home
  • Featured
  • ટોલ પ્લાઝા પર ચૂકવણી માટે ફાસ્ટેગ મફતમાં મેળવવાની આ છે સરળ રીત

ટોલ પ્લાઝા પર ચૂકવણી માટે ફાસ્ટેગ મફતમાં મેળવવાની આ છે સરળ રીત

 | 8:31 am IST

દેશના તમામ ટોલ પ્લાઝા પર ચૂકવણી માટે ફાસ્ટેગ ફરજીયાત થઇ જશે. તેની મદદથી વાહન ચાલકોને ટોલ પ્લાઝા પર ટોલની ચૂકવણી માટે ઉભા રહેવું પડશે નહીં. FASTag – રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશન ટેક્નોલોજી – RFID સાથેનું સ્ટિકર છે. જે વાહનના સામેના અરિસા પર (windscreen)ચોટાડવામાં આવે છે. ટોલ બૂથ પર લાગેલ આરએફઆઇડી રીડર FASTags ને સ્કેન કરી તમારા એકાઉન્ટ્સમાંથી રકમ લઇ ટોલ ચૂકવણી કરે છે. આ ટેગની મદદથી વાહન ચાલકને છુટ્ટા રૂપિયા રાખવાની માથાકુટથી છુટકારો મળશે તેમજ ટોલ પ્લાઝાની લાંબી લાઇનના કારણે જે સમય વેડફાતો હતો તે હવે બચશે.

Fastag getting free here, the government has given 15 times!
Fastag getting free here, the government has given 15 times!

પેટીએમ: ફાસ્ટેગની કિંમત રૂપિયા 100 છે. પણ Paytm પર તે મફતમાં ખરીદી શકાય છે. જો કે તેના માટે યુઝર્સે રૂપિયા 400 ચુકવવા પડશે, જેમાં રૂપિયા 250 રિફંડેબલ સિક્યોરિટી એેમાઉન્ટ અને રૂપિયા 150 બેલેન્સ મળશે. જેના દ્વારા ટોલ પ્લાઝાની ચૂકવણી કરી શકાશે.

ઉલ્લેખનિય છે કે નેશનલ હાઈવે ટોલ પ્લાઝા પર 1 ડિસેમ્બરથી જરૂરી ફાસ્ટેગની ડેડલાઇનને વધારી દેવામાં આવી છે. નેશનલ હાઇવે ઓથોરિટી ઑફ ઇન્ડિયા એટલે કે એનએચએઆઈ NHAIએ ફાસ્ટેગ માટે જરૂરી મુદત 15 ડિસેમ્બર સુધી વધારી દીધી છે. એનએચએઆઈના જણાવ્યા પ્રમાણે ફાસ્ટેગની ઓછી ઉપલબ્ધતાને કારણે તેની સમયમર્યાદા વધારવામાં આવી છે, તેથી જો તમે હજી સુધી તમારી કાર માટે ફાસ્ટેગ ન લીધો હોય, તો તે પેટીએમથી મફતમાં ખરીદી શકાય છે. ચાલો જાણીએ કેવી રીતે.

આ માટે તમારે પહેલા પેટીએમ એપ પર જવું પડશે. ઉપર તરફ આપેલા સર્ચ બારમાં FASTag સર્ચ કરો. ત્યારબાદ તમને ઘણા વિકલ્પો મળશે, જેમાંથી ગ્રાહકે ‘Buy Fastag’ પસંદ કરવાનું રહેશે. તમારે આરસી અપલોડ કરવી પડશે, જેથી તમારા સરનામાં પર ફાસ્ટેગ આવે.

આ વીડિયો પણ જુઓ: નિત્યાનંદ સામે લડતા સંગઠનોએ માન્યો ‘સંદેશ ન્યૂઝ’નો આભાર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન