વિશ્વમાં સૌથી ઝડપી એસયુવીનું ભારતમાં આગમન - Sandesh
NIFTY 10,195.15 -165.00  |  SENSEX 33,176.00 +-509.54  |  USD 64.9300 +0.00
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • વિશ્વમાં સૌથી ઝડપી એસયુવીનું ભારતમાં આગમન

વિશ્વમાં સૌથી ઝડપી એસયુવીનું ભારતમાં આગમન

 | 6:19 pm IST

લેબોર્ગિનીએ ભારતમાં તેની એસયુવી ઉરુસ લોંચ કરી છે. ઉરુસ વિશ્વમાં  સૌથી ઝડપી એસયુવી હોવાનું કહેવાય છે. ચાર જાન્યુઆરીએ ગ્લોબલ લોચિંગના 38 જ દિવસમાં લેબોર્ગિંનીનું ભારતમાં આગમન થયું છે અને પ્રથમ લોટનું વેચાણ પણ થઈ ગયું છે.

આ ફાઈવ સીટર એસયુવીની એક્સ શો રૂમ કિંમત રૂ. ત્રણ કરોડ છે. તેમાં 4.0 લીટર વી8 એન્જિન છે. એન્જિન ઓટોમેટિક ગિયરબોક્સ ધરાવે છે અને  641 હોર્સપાવરનું મહત્તમ આઉટપુટ તથા 850 ન્યૂટન મીટર મહત્તમ ટોર્ક જનરેટ કરે છે. ભારતમાં તેના ફક્ત 25 યુનિટ જ વેચવામાં આવનાર છે. તે શૂન્યથી 100 કિલોમીટરની ઝડપ માત્ર 3.6 સેકન્ડમાં પ્રાપ્ત કરી લે છે. જ્યારે 12.8 સેકન્ડમાં 200 કિલોમીટરની ઝડપે દોડવા લાગે છે.

તેની મહત્તમ ઝડપ કલાકના 2.05 કિલોમીટર છે. એલઈડી હેડલેમ્પ, એલઈડી ટેલલાઈટ્સ સાથે અન્ય લકઝરી ફિચર્સ ધરાવતી આ એસયુવીમાં ઓફ રોડિંગ માટે અડેપ્ટિવ એર સસ્પેન્શન સિસ્ટમ પણ  છે.