fasting-of-hardik-patel-sitting-cm vijay rupani latter today
  • Home
  • Ahmedabad
  • ઉપવાસ આંદોલનને લઈને હાર્દિક પટેલે CMને લખ્યો ખુલ્લો પત્ર, જાણો શું લખ્યું?

ઉપવાસ આંદોલનને લઈને હાર્દિક પટેલે CMને લખ્યો ખુલ્લો પત્ર, જાણો શું લખ્યું?

 | 2:46 pm IST

હાર્દિક પટેલે ઉપવાસ આંદોલનને લઈને સીએમ વિજય રૂપાણીને એક પત્ર લખ્યો છે. હાર્દિક પટેલે પત્ર લખીને ઉપવાસ સ્થળ માટે મંજુરી આપવા સીએમ વિજય રૂપાણીને વિનંતી કરી છે. હાર્દિક પટેલે પત્રમાં લખ્યું હતું કે, અમે અમારી માંગમીઓ માટે ઉપવાસ કરી રહ્યા છીએ. અમારા ઉપવાસ આંદોલનથી કાયદો વ્યવસ્થા ભંગ નહીં થાય તેવું લેખિતમાં ખાતરી આપી છે.

હાર્દિકે પત્રમાં વધુમાં જણાવ્યું છે કે, અમને ઉપવાસ આંદોલન માટે બંધારણિય રીતે પરમિશન આપો. સુપ્રીમ કોર્ટના ચુકાદા અનુસાર ઉપવાસ આંદોલન કરવાનો સૌને અધિકાર છે. જેથી બંધારણીય રીતે અમે અમારી લડાઈ ચાલુ રાખીશું.

જો કે તંત્ર દ્વારા અમદાવાદના નિકોલમાં જગ્યા નહીં ફાળવવાના ગેરબંધારણીય નિર્ણય સામે 19મી ઓગસ્ટે નિકોલ ખાતેના પાર્કિંગ ઝોન ગ્રાઉન્ડમાં હાર્દિક સહિત 501 યુવાનો એક દિવસ માટે ગાડી પર બેસીને પ્રતીક ઉપવાસ કરશે. શુક્રવારે આ જાહેરાત પાસ કન્વીનરે કરી છે.

હાર્દિકે જણાવ્યું છે કે, આંદોલન માટે જગ્યા નહીં ફાળવવાનો નિર્ણય ગેરબંધારણીય છે. આ નિર્ણય સામે અમે 501 યુવાનો નિકોલ મેદાનમાં ગાડી પર બેસી એક દિવસ માટે પ્રતીક ઉપવાસ કરીશું. દેશના પૂર્વ વડા પ્રધાન અટલબિહારી વાજપેયીના નિધનને પગલે સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે, જેનું અમે સન્માન કરી 501 યુવાનો માંઢા પર કાળી પટ્ટી રાખીને રાષ્ટ્રીય શોકને સમર્થન આપીશું અને ભારત રત્ન અટલબિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ અર્પણ કરીશું.