Sun will pass thru capricorn, know for whom it will be life changing event
  • Home
  • Astrology
  • મકરસંક્રાંતિથી આ રાશિઓના બદલાઈ જશે ભાગ્ય, સૂર્ય કરશે મકરમાં ગોચર

મકરસંક્રાંતિથી આ રાશિઓના બદલાઈ જશે ભાગ્ય, સૂર્ય કરશે મકરમાં ગોચર

 | 4:20 pm IST

તમામ 12 સંક્રાંતિઓમાં જ્યારે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે તેને મકર સંક્રાંતિ કહેવાય છે. સૂર્યનું ઉત્તર દિશામાં જવું એ આ સૃષ્ટિ માટે અતિ શુભ માનવામાં આવે છે. સૂર્ય એ કલ્યાણકારી દેવ છે. અને ઉત્તર એ કલ્યાણકારી દિશા છે. આ બંનેનું મિલન એ સમગ્ર સૃષ્ટિ માટે એક ખાસ ઘટના હોય છે. આથી જ મકરસંક્રાંતિનો દિવસ અતિ પુણ્યશાળી ગણાય છે. તેથી જ ભિષ્મ પિતામહ કે જેમને ઈચ્છા મૃત્યુનું વરદાન હતું તેઓ બાણશૈયા પર છ મહિના વિતાવ્યા હતા અને મકર સંક્રાંતિના દિવસની શરીર છોડવા માટે રાહ જોઈ હતી. આ વર્ષે મકરસંક્રાંતિ 14મી જાન્યુઆરીએ સાંજે 7 વાગીને 50 મિનિટે થશે. જો કે તેનો શત્રુ ગ્રહ કેતુ પહેલેથી જ મકર રાશિમાં આધિપત્ય જમાવીને બેઠો છે જે આગામી 10મી ફેબ્રુઆરીએ રાશિ બદલીને ધનમાં જશે. આમછતાં સૂર્યને કેતુનો સાથ એ સૂર્યનો મોક્ષ બતાવે છે તેથી જે લોકો છેલ્લાં દોઢ વર્ષથી અનેક મુસીબતો ભોગવતા હોય તેમનો છૂટકારો થશે. સૂર્ય ધન રાશિમાંથી મકર રાશિમાં જશે એટલે કમૂરતા પૂરાં થશે. સાથોસાથ લગ્નગાળો શરૂ થઈ જશે. સૂર્યના મકર રાશિમાં જવાથી રાશિવાર કેવી અસરો થશે જાણો અહિં ….

સામાન્ય રીતે મકરમાં સૂર્યનું જવું એ અતિ પુણ્યશાળી મનાય છે. આમછતાં સૂર્યને જળ ચઢાવવાથી, તેમજ સૂર્યની પૂજા કરવાથી વિશેષ લાભ થાય.

મકરના સૂર્ય થવાથી મળશે રાશિવાર આવું ફળ

મેષ(અ,લ,ઈ) :
મેષ રાશિમાં સૂર્ય તમારી રાશિથી દસમે ભાવે ગોચર કરશે. જે તમારા માટે અતિ શુભ નિવડશે. મેષ રાશિવાળા માટે જમીન કે મકાન કે વાહનની ઈચ્છા ધરાવતા હોય તો આ સમયમાં મહાદશા અનુકૂળ તો સો ટકા ફલીભૂત થઈ શકે છે. નોકરી અને વ્યવસાયમાં ઉન્નતિ થશે. સમાજમાં માન અને પ્રતિષ્ઠામાં વધારો થાય.

વૃષભ(બ,વ,ઉ) :
14 જાન્યુઆરીથી સૂર્ય તમારી રાશિથી નવમે સ્થાને ભ્રમણ કરશે. જેને પરિણામે તમારા ભાગ્યનો ઉદય થાય, સારી તકો મળે. પરિવર્તનના શુભ યોગો થાય. કેટલાંક લોકો માટે દૂર સ્થાયી થવાની સ્થિતિ ઉભી થાય. મુસાફરીથી લાભ થાય. ભાગ્યનો સંપૂર્ણપણે સાથ મળે. ઉન્નતિ થાય. વિવાદોમાંથી મુક્તિ મળે. દરેક કામમાં સફળતા મળે.

મિથુન(ક,છ,ઘ) :
સૂર્ય 14મી જાન્યુઆરીથી આઠમા સ્થાને ભ્રમણ કરશે. આ સમય દરમિયાન આકસ્મિક લાભ થાય. રોજગારીની તકો વધે.  તીર્થ યાત્રાથા લાભ થાય. પરિવાર તરફથી સુખ મળે.

કર્ક( ડ, હ) :
મકર રાશિમાં સૂર્યનું ભ્રમણ તમારી રાશિથી સાતમે સ્થાને થઈ રહ્યું છે. તેથી વિરોધીઓથી સાવધાન રહો. જો કાર્ય અટકાયેલા હશે તો તે પૂરા થશે. વ્યાવસાયિક ક્ષેત્રે સ્થિતિ સામાન્ય રહે. જાહેર જીવનથી લાભ, પારિવારિક લાભ. પત્નીથી લાભ રહે.

સિંહ (મ,ટ) :
સૂર્ય તમારી રાશિથી છઠ્ઠા સ્થાને આગામી 14મી જાન્યુઆરીથી ગોચર કરશે. જેને પરિણામે તમને નોકરીથી લાભ રહે. જો કોઈ કોર્ટ કે કચેરીના કામકાજમાં ફસાયા હશો તો તેમાંથી બહાર નિકળવાનો માર્ગ મળે. કોઈ વિવાદ કે સમજૂતિ થઈ શકે છે. સંપત્તિમાં વૃદ્ધિ થશે. ધર્મમાં રૂચિ વધે. પારિવારિક બાબતોમાં શુભ, કોઈ મામલે પસ્તાવાનો વારો આવે.

કન્યા(પ,ઠ,ણ) :
સૂર્ય તમારી રાશિથી પાંચમા સ્થાને ગોચર કરશે. જે તમારા પૂર્વપૂન્યમાં વધારો કરશે. તમને નસીબનો સાથ મળશે. જો તમારા કર્મ સારા હશે તો તમારી નામનામાં વધારો થાય. આમ પણ પાંચમે સૂર્ય તમારા માન અને પ્રતિષ્ઠામાં વધારો કરશે. જો દેવું હશે તો ઘટશે. પરિશ્રમ અને નસીબનો સાથ મળતાં ઉન્નતિ થશે.

તુલા(ર,ત) :
તમારી રાશિથી સૂર્યનું ચોથે સ્થાને ભ્રમણ તમારા ઉત્સાહ અને સુખમાં વધારો કરનારું નિવડશે. તમે આંતરિક રીતે સુખી થશો. તમારી ઈચ્છાની પૂર્તિ થશે. નોકરી કે વ્યવસાયમાં લાભ થશે. માન અને પ્રતિષ્ઠા અને સુખમાં વધારો થશે. આ સમયમાં જો તમે યોગ્ય નિર્ણય લેશો તો દૂરોગામી અતિ શુભ ફળ મળશે.

વૃશ્રિક (ન,ય) :
સૂર્ય આગામી 14મી જાન્યુઆરીથી તમારી રાશિથી ત્રીજે ગોચર કરશે. જે તમારા માટે શુભ ફળદાયી નિવડશે. તમારા સાહસમાં અદમ્ય વધારો થશે. તમારા કાર્યથી તમને લાભ થશે. નોકરી કે ધંધામાં લાભ મળે. આવક કે બચતમાં વધારો થાય, વ્યવસાયિક રીતે લાભ થાય. ભાગ્ય ઉજ્જવળ રહે.

ધન(ધ,ભ,ફ,ઢ) :
સૂર્યનું તમારી રાશિથી બીજે ભ્રમણ આમ તો તમારા પારિવારિક જીવનમાટે શુભ નિવડશે. આમછતાં જો તમે યુવા હોય તો તમારે કાર્યક્ષેત્રમાં મતભેદોથી બચવું જોઈએ. શિક્ષણમાં રસ પડે. વ્યવસાયમાં સામાન્ય લાભ. આમછતાં કુટુંબિક બાબતોમાટે સમય શુભ નિવડે. ધન લાભ થાય.

મકર(ખ,જ) :
સૂર્યનું તમારી રાશિમાં ભ્રમણ તમારે માટે વધું મહેનત માંગી લેનારું નિવડશે. માનસિક રીતે દ્વંદ્વની સ્થિતિ ઉભી થશે. આમછતાં તમે યોગ્ય સમયે યોગ્ય સ્થાને પહોંચીને લાભ મેળવી શકશો. તમારા રૂઆબમાં વધારો થાય. ઉપરથી પડવાથી બચવું.

કુંભ( ગ,શ,સ) :
તમારી રાશિથી સૂર્ય બારમે ગોચર કરશે. જે તમારી કુંડળીમાં એક મહિના માટે અજાતશત્રુયોગ બનાવશે. તેથી તમારા વિરોધીઓ પાછા પડશે. નોકરીમાં સાવધાની રાખવી. આવકમાં વૃદ્ધિ થાય. વેપારમાં ખાસ કરીને વિદેશ વેપારમાં લાભ થાય.

મીન(દ,ચ,ઝ,થ) :
સૂર્યનું મકરમાં જવું એ તમારી રાશિથી અગિયારમે ભ્રમણ કરનારું નિવડશે. સૂર્યના મકર ભ્રમણથી તમારું આરોગ્ય ઉત્તમ રહેશે. જો પુત્ર-પુત્રાધિકને લગતાં કોઈ પણ પ્રશ્નો હશે તો તેનો નિવેડો આવશે. આર્થિક રીતે લાભ થાય. વિરોધી પર દબાવ બની રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન