Father And Daughter Arrested In Pulwama Attack Case
  • Home
  • Featured
  • પુલવામા હુમલો: NIAને મળી મોટી સફળતા, આતંકવાદીઓને શરણ આપનાર પિતા-દીકરી ઝડપાયા

પુલવામા હુમલો: NIAને મળી મોટી સફળતા, આતંકવાદીઓને શરણ આપનાર પિતા-દીકરી ઝડપાયા

 | 10:27 pm IST

જમ્મુ-કાશ્મીરનાં પુલવામા હુમલાની તપાસમાં મોટો ખુલાસો થયો છે. આ હુમલાનાં ફિદાયીન હુમલાખોર આદિલ ડારે જે ઘરને પોતાનું ઠેકાણું બનાવ્યું હતુ તે ઘરને રાષ્ટ્રિય તપાસ એજન્સી (NIA)એ શોધી કાઢ્યું છે. NIAએ આ મામલે આદિલ અને તેની મદદ કરનાર બાપ-દીકરીની ધરપકડ કરી છે. ધરપકડ કરવામાં આવેલા વ્યક્તિનું નામ તારિક અહમદ છે. મંગળવારનાં પોલીસે તેને પુછપરછ માટે બોલાવ્યા અને પછી ધરપકડ કરી. ધરપકડ બાદ બંનેને NIAને સોંપી દેવામાં આવ્યા છે. પુછપરછમાં તારિકે બતાવ્યું હતું કે તેણે પોતામા હકરીપોરા સ્થિત ઘરમાં આતંકીઓને શરણ આપ્યું હતુ, જ્યાં રહીને તેમણે હુમલાની યોજના બનાવી હતી.

હુમલાને અંજામ આપતા પહેલા આ ઘરમાં બનાવ્યો હતો વિડીયો

ઉલ્લેખનીય છે કે ગત વર્ષે 14 ફેબ્રુઆરીએ થયેલા પુલવામાં હુમલાની તપાસ NIA કરી રહી છે. હુમલામાં જૈશ-એ-મોહમ્મદનાં આતંકવાદી આદિલ અહમદ ડારે વિસ્ફોટક સાથેની પોતાની કારને સીઆરપીએફનાં કાફલા સાથે ટક્કર મારી હતી. આ હુમલામાં 40 જવાન શહીદ થયા હતા. આદિલનો અંતિમ વીડિયો આતંકવાદી હુમલા પછી પાકિસ્તાનથી જૈશ એ મોહમ્મદે જાહેર કર્યો હતો.

પુલવામા હુમલાનાં આતંકવાદી સાથે છોકરી સંપર્કમાં હતી

તપાસમાં એ ખુલાસો થયો છે કે આદિલે પુલવામા હુમલાને અંજામ આપતા પહેલા આ આરોપીઓનાં ઘરમાં વિડીયો રેકૉર્ડિંગ કર્યું હતુ. આ રેકૉર્ડિંગ તેના મર્યા પહેલા શૂટ કરવામાં આવ્યું હતુ. NIAએ જે ઘરને શોધી નીકાળ્યું છે તે ઘરમાં આતંકવાદીઓએ પુલવામા હુમલાનું ષડયંત્ર રચ્યું હતુ અને સેનાનાં કાફલા પર હુમલાનું સંપૂર્ણ પ્લાનિંગ કર્યું. ધરપકડ કરવામાં આવેલી છોકરી પુલવામા હુમલાનાં આતંકવાદીઓ સાથે સંપર્કમાં હતી.

શાકીરે આત્મઘાતી હુમલાઘોર આદીલ અહમદ ડારને શરણ આપ્યું

કેટલાક સમય પહેલા NIAએ આ મામલે શાકિર બશીરની પણ ધરપકડ કરી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે 22 વર્ષિય શાકીર બશીર મારગેએ આત્મઘાતી હુમલાઘોર આદીલ અહમદ ડારને શરણ આપ્યું હતુ. બશીર મારગે પુલવામાનાં કાકપોરાનાં હાજીબલનો રહેવાસી છે અને તેને ફર્નીચરને દુકાન છે. પાકિસ્તાની આતંકવાદી મોહમ્મદ ઉમર ફારુકે 2018માં મારગેની ડારથી ઓળખ કરાવી હતી. આ પછી તે જૈશના કામમાં સંપૂર્ણ રીતે લાગી ગયો હતો.

આ વિડીયો પણ જુઓ: ગાંધીનગર સત્યાગ્રહ છાવણીથી મહિલાઓની અટકાયત કરાઈ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન