Father and son dance to Ek Pal Ka Jeena at event in epic viral video
  • Home
  • Featured
  • બાપ-દિકરાએ ખતરનાક જુસ્સા સાથે ‘એક પલ કા જીના’ ગીત પર કર્યો ડાન્સ, જોનારાને સુરાતન ચડી ગયું!

બાપ-દિકરાએ ખતરનાક જુસ્સા સાથે ‘એક પલ કા જીના’ ગીત પર કર્યો ડાન્સ, જોનારાને સુરાતન ચડી ગયું!

 | 5:00 pm IST

જો તમે રિતિક રોશનના ફેન્સ હોય તો પછી આ વીડિયો તમને ગમશે. એક ઇવેન્ટમાં તેના પપ્પા સાથે 2000ના હિટ ગીત એક પલ કા જીના પર નાચતા એક છોકરાનો વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. તે એકદમ અદ્ભૂત છે. રોશન પ્રકાશ નામના એક ટ્વિટર યુઝરે આ વીડિયો શેર કર્યો છે અને તેને લાખો લોકોએ જોઈ નાંખ્યો છે અને હજુ પણ શેર થઈ રહ્યો છે.

બાપ-દીકરાએ સાથે મળીને ઋત્વિક રોશનની પહેલી ફિલ્મ કહો ના પ્યાર હૈનું ગીત એક પલ કા જીના પર ડાન્સ કર્યો. બંને પિતા અને પુત્રએ સંપૂર્ણ ઉત્સાહ અને ભાવનાથી એવા ડાન્સ સ્ટેપ કર્યા કે, જોનારાં પણ જોતા રહી ગયા અને રેકોર્ડિંગ કરવાં લાગ્યા. વીડિયો શેર કરીને કેપ્શનમાં લખવામાં આવ્યું કે, હેલ્લો ઋત્વિક સર, તમે આ જોયું છે? આ વીડિયોએ મારો દિવસ બનાવ્યો છે. મારા બાળપણની યાદ અપાવવા બદલ આભાર.. લવ યુ. તો તમે પણ જુઓ આ સરસ વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન