પોર્ન જોવાની આદતમાં પિતાએ પુત્રનો હાથ કાપી નાખ્યો - Sandesh
NIFTY 10,426.85 +5.45  |  SENSEX 33,856.78 +-61.16  |  USD 64.8900 -0.15
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • પોર્ન જોવાની આદતમાં પિતાએ પુત્રનો હાથ કાપી નાખ્યો

પોર્ન જોવાની આદતમાં પિતાએ પુત્રનો હાથ કાપી નાખ્યો

 | 7:42 pm IST

તેલંગાણામાં પિતાનો પુત્ર પર ગુસ્સો કંઈ અજીબ રીતે જોવા મળ્યો છે. જ્યા એક 45 વર્ષીય વ્યક્તિએ પોતાના 19 વર્ષના દીકરાની મોબાઈલ ફોન પર ફિલ્મ અને પોર્ન જોવાની આદતથી ગુસ્સે થઈને તેનો ડાબો હાથ કાપી નાખ્યો.

આ અંગે માહિતી આપતાં પોલીસ અધિકારીએ મંગળવારે જણાવ્યું કે, મોહમ્મદ કયૂમ કુરૈશીને સોમવારે હત્યાના પ્રયાસના આરોપમાં પકડી લેવામાં આવ્યો છે. અધિકારીએ જણાવ્યું કે ઘટના પહાડી શરીફ વિસ્તારની છે, જ્યાં કુરૈશીએ પોતાના ઊંઘી રહેલા દીકરાનો ડાબો હાથ ધારદાર ચાકૂથી કાપી નાખ્યો. પોલીસે પિતાની ધરપકડ કરી લીધી છે.

પિતા કુરૈશી પોતાના દીકરાના કામ અને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને ફિલ્મ અને પોર્ન જોવાની આદતથી પરેશાન હતા. ખાલિદ એક કેબલ ઓપરેટર સાથે કામ કરતો હતો. કેટલાક દિવસો પહેલા ખાલિદની આ આદતને કારણે પિતાએ ચેતવણી આપવા પર તેણે વિરોધ કર્યો હતો. પોલીસે જણાવ્યું કે, હાથ કાંડાથી થોડા ઉપર કપાઈ ગયો છે. તેને ફરીથી જોડી શકાય તેવી કોઇ જ સ્થિતિ નથી. પોલીસમાં દીકરાની માતાએ જ ફરિયાદ કરી છે. જેના પર કલમ 307(હત્યાનો પ્રયાસ)ની હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

અત્રે નોંધનીય છે કે થોડા દિવસો પહેલા જ કોલકાતાથી મુંબઈ શિફ્ટ થયેલી એક મહિલાએ સુપ્રીમ કોર્ટને પોર્ન વેબસાઈટો પર પ્રતિબંધ મુકવા અરજી કરી હતી. મહિલાએ સુપ્રીમ કાર્ટને કહ્યું કે તેનો પતિના પોર્ન જોવાની આદતને કારણે તેનું લગ્ન જીવન બર્બાદ થઈ ગયું છે. મહિલાનું કહેવું હતું કે પોર્ન જોવાના કારણે તેના પતિનું પૌરુષત્વ પણ સમાપ્ત થઈ ગયું અને તે સહમતિથી ડિવોર્સ માટે દબાણ કરી રહ્યો હતો. મહિલાએ કહ્યું હતું કે, હું પોર્નોગ્રાફીની પીડિત છું. હું નમ્રતા સાથે અદાલતના ધ્યાનમાં ઈન્ટરનેટ પર પોર્ન વીડિયોથી થયા નુકસાનને સામે લાવવા ઈચ્છું છું.