‘દીકરો મારો લાડકવાયો એનાથી હું ઘવાયો’: પોલીસ મથકમાં જ એક પિતાએ ઝેર ઘોળ્યું - Sandesh
  • Home
  • Gujarat
  • ‘દીકરો મારો લાડકવાયો એનાથી હું ઘવાયો’: પોલીસ મથકમાં જ એક પિતાએ ઝેર ઘોળ્યું

‘દીકરો મારો લાડકવાયો એનાથી હું ઘવાયો’: પોલીસ મથકમાં જ એક પિતાએ ઝેર ઘોળ્યું

 | 7:36 pm IST

આપણી ભારતીય સંસ્કુતિમાં મા બાપનું સ્થાન સર્વોચ્ચ ગણવામાં આવે છે. જેમાં પિતા એટલે ઘરનો મોભ . જેના શિરે આખાય પરીવારની જવાબદારી હોય છે.પોતાના પરીવારની ખુશીઓ માટે રાત દિવસ જોયા વિના જીવનપયેત કાળી મજૂરી કરીને પણ ચહેરા પર કયારેય નિરાશા કે થકાવટ ના ભાવ ન લાવનાર પિતા એટલે ઈશ્વરનું રૃપ . કારણકે સ્વયં સૃષ્ટીના રચિયતા સિવાય આ ગુણ બીજામાં નથી હોતો.ધરતી જેવી ધીરજ અને આસમાન જેવી ઉંચાઈ, તે ભગવાનની જીવીત પ્રતિમા એટલે પિતા. એકતરફ આજે આપણે ફાધસે ડે મનાવી પિતા પ્રત્યે પોતાની લાગણી વ્યક્ત કરીએ છીએ . ત્યારે બીજી તરફ એવા સંતાનો પણ છે, જે મા બાપનો તિરસ્કાર કરે છે.

બાળપણમાં જે દીકરાને આંગળી પકડી ચાલતાં શીખવ્યાં હોય, તે દીકરા ઘડપણમાં પોતાની લાકડી બનશે તેવી આશા સાથે પરીવારની જવાબદારી સહષે નિભાવનાર પિતાને જયારે દીકરો અને પોતાની અધોગીની ઘરમાંથી તગેડી મૂકે ત્યારે ??? જીવનમાં અનેક સંઘષેનો હસતે મોઢે સામનો કરનાર પિતા એ જ ક્ષણે જીવન હારી જાય છે. અને જીવનનો અંત આણવાનો પ્રયાસ કરે છે.આવો જ એક કિસ્સો આજે કલોલ તાલુકામાં બન્યો છે.

કલોલ તાલુકાનાં ઈસંડ ગામે રહેતાં વૃધ્ધ રમણભાઈ ગલાબભાઈ દેવી પૂજક આજરોજ બપોરનાં કલોલ તાલુકા પોલીસ મથકે પોતાના પરીવારજનો હેરાન પરેશાન કરતાં હોવાની રાવ સાથે આવ્યાં હતાં. પોતાના દીકરા તથા પરીવારજનો જમવાનું પણ આપતાં નથી , અને જીવનભર મહેનત કરી જે ઘરનો પાયો નાંખ્યો તે ઘરમાંથી જ આજે મને કાઢી મૂકવામાં આવ્યો છે. જો સગાં સ્નેહીઓને ત્યાં આશ્રય લઉં તો ત્યાં આવીને તકરાર કરીને ત્યાંથી પણ મને કાઢી મૂકાવે છે .

આવી સ્થિતિમાં મારે કયાં જાવું ? જીવનથી હતાશ દેવીપૂજક રમણભાઈએ આવી મનોવેદના કલોલ તાલુકા પોલીસ સમક્ષ વ્યક્ત કરતાં પોલીસે તેઓની અરજી લઈ કાયદેસરની કાયેવાહીની હૈયાધારણ આપી હતી. પરતું હતાશ રમણભાઈએ પોલીસ મથકમાં જ સુપર ડી નામની જંતુનાશક દવા ગટગટાવી જીવનનો અંત આણવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાને પગલે પોલીસમથકમાં ઉહાપોહ મચી જવા પામ્યો હતો. પોલીસકર્મીઓએ રમણભાઈને તાત્કાલીક સારવાર અર્થે કલોલ સિવિલમાં ખસેડયાં હતાં. જયાં ફરજ પરના તબીબે તેઓની તાતકાલિક સારવાર હાથ ધરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસે આ બનાવથી વાકેફ કરવા તેના એક દીકરાને કોલ કરતાં નિદેયી દીકરાએ તબિયત સુધ્ધાં પૂછવાની દરકાર લીધી ન હતી. ઉલ્ટાનું કોલ બંધ કરી દીધો હતો. ઝેર પી પથારીમાં પડેલ પિતા માટે ચિંતા વ્યક્ત કરવાને બદલે દીકરાના આ વલણ સામે હોસ્પિટલમાં ઉપસ્થિતો ફીટકારની લાગણી વરસાવી રહ્યાં હતાં.