નવસારીમાં સસરાએ કર્યો પુત્રવધૂ ઉપર રેપનો પ્રયત્ન, પરિણીતાનો વાંક કાઢી મોકલી દીધી પીયર - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • નવસારીમાં સસરાએ કર્યો પુત્રવધૂ ઉપર રેપનો પ્રયત્ન, પરિણીતાનો વાંક કાઢી મોકલી દીધી પીયર

નવસારીમાં સસરાએ કર્યો પુત્રવધૂ ઉપર રેપનો પ્રયત્ન, પરિણીતાનો વાંક કાઢી મોકલી દીધી પીયર

 | 4:11 pm IST
  • Share

નવસારી શહેરના ઘેલખડી ખાતે એક સોસાયટીમાં રહેતી પરિણીતા પર તેના જ પિતા સમાન સસરા દ્વારા દુષ્કર્મનો પ્રયાસ કરવાની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. જ્યારે પરિણીતાના પતિ, દિયર, સાસુ અને નણંદે તેનો જ વાંક કાઢી તેને મુંબઇ ખાતે તેના પિયર મોકલી આપી હોવાનું જાણવા મળ્યુ હતુ. ત્યારબાદ સાસરી પક્ષના સભ્યોએ પરિણીતાના ઘરે જઇ તેને માર મારી જાનથી મારી નાખવાની ધમકી અપાતા પરિણીતાએ સસરા સહિત અન્ય ચાર વિરૃધ્ધ આજ રોજ શનિવારે નવસારી ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

shadow-woman

મળતી માહિતી મુજબ,શહેરના ઘેલખડી વિસ્તારની મહિલાના લગ્ન જયંત કનુ સોલંકી સાથે ૧૪ વર્ષ અગાઉ થયા હતા.તેઓ સંયુક્ત કુટુંબમાં સસરા કનુ માધવ સોલંકી, સાસુ રેવા, દિયર હેમંત, અને નણંદ અંજના સોલંકી સાથે રહેતા હતા. તેમના સાસરી પક્ષના સભ્યો વારંવાર તેમને હેરાન કરતા પંરતુ તેઓ પોતાના બે પુત્રોના ભવિષ્યને જોઇ ચુપ રહી જતા. દરમિયાન ગત ૨જી માર્ચના રોજ સવારે ૧૧ વાગ્યે તે પોતાના ઘરના રસોડામાં કામ કરી રહ્યા હતા, ત્યારે તેમના સસરા કનુએ તેમને પાછળથી આવીને કમ્મરના ભાગે પકડી તેમને જમીન પર પાડી દુષ્કર્મ કરવાનો પ્રયાસ કરતા બુમાબુમ કરી મુકી હતી.આથી તેમનો દિયર હેમંત રસોડામાં આવતા તેમણે આપવીતી જણાવી હતી.

woman shadow

પરંતુ હેમંતે તેમનો વાંક કાઢી તેમના પતિ જયંતને ફોન કરી ઘરે બોલાવ્યો હતો. પતિ જયંતે પણ તેનો વાંક કાઢી તેને મુંબઇ પિયર મોક્લી આપી હતી અને બે દિવસ પછી લેવા આવીશ એવુ જણાવ્યુ હતુ. પરંતુ બે દિવસ બાદ પણ જયંત તેને લેવા ન આવતા આ સમગ્ર ઘટનાની જાણ તેણે તેના ભાઇ-ભાભીને કરી હતી. દરમિયાન ગત ૨૮ માર્ચના રોજ જયંત, કનુ,અને રેવા મુંબઇ તેના ઘરે ગયા હતા અને ત્યાં તેમને ગાળો ભાંડી માર માર્યો હતો અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જેથી કંટાળીને તેમણે આજ રોજ નવસારી ગ્રામ્ય પોલીસ મથકે તેના પતિ સહિત સસરા, સાસુ, દિયર, નણંદ સામે ફરિયાદ નોંધાવતા આગળની તપાસ પી.એસ.આઇ. જે. પી. પવારે હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન