કચ્છઃ કૂવામાંથી સસરાનો બચાવવાનો અવાજ, જમાઇએ કર્યો બચાવવાનો પ્રયાસ પણ... - Sandesh
  • Home
  • Bhuj
  • કચ્છઃ કૂવામાંથી સસરાનો બચાવવાનો અવાજ, જમાઇએ કર્યો બચાવવાનો પ્રયાસ પણ…

કચ્છઃ કૂવામાંથી સસરાનો બચાવવાનો અવાજ, જમાઇએ કર્યો બચાવવાનો પ્રયાસ પણ…

 | 6:06 pm IST

કચ્છ જિલ્લાના  નખત્રાણા તાલુકાનાં કલ્યાણપર(મંજલ) વાડી વિસ્તારમાં રાત્રીના સમયે ૫૫ ર્વિષય આધેડ અવાવરૃ કુવામાં પડી જતાં તેમનું મોત નીપજ્યું હતું. વાડીમાં રહેલા જમાઇએ સસરાને બચાવવાના પ્રયાસો કર્યા પરંતુ તેમ છતાં તેમને બચાવી શકાયા નહોતા.

આ અંગે પ્રાપ્ત થતી વિગતો પ્રમાણે બાબુલાલ મનજી ગોરાણીની વાડીમાં બકાભાઇ મોહનભાઇ નાયકા નામના ૫૫ ર્વિષય આધેડ પુત્રી-જમાઇ સાથે ખેતીકામ કરતા હતા. મુળ છોટા ઉદેપુરનો પરિવાર ગત રાત્રે ખેતીકામ કરીને જમી પરવારીને સુતો હતો ત્યારે રાત્રે ૧૨ વાગ્યાના અરસામાં બકાભાઇનો જમાઇ અર્જુન શૌચક્રિયા માટે ઉઠયો હતો ત્યારે નજીકમાં રહેલા અવાવરૃ કુવામાંથી ‘બચાવો બચાવો’ નો અવાજ આવી રહ્યો હતો. અર્જુને કુવાની પાળ પર જઇને અવાજ સાંભળ્યો ત્યારે જણાયું કે તે અવાજ તો તેના સસરાનો હતો. જો કે અર્જુને તાત્કાલીક ધોરણે વાડી માલીકને ફોન કરીને જાણ કરતાં વાડી માલિક લાંબુ દોરડા સહિતના સાધનો સાથે કુવા પર દોડી આવ્યા હતા.

વાડી માલિકે કુવામાં અંદર જઇને બકાભાઇને બહાર કાઢતાં બકાભાઇ મૃત હાલતમાં જોવા મળ્યા હતા. સમગ્ર બનાવ અંગે નખત્રાણા પોલીસ સ્ટેશનમાં અકસ્માતે મોતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.