Father In Law Of Praveen Kumar Dead After Falling From Building
  • Home
  • Sports
  • Cricket
  • ભારતીય ક્રિકેટ ટીમનાં આ ખેલાડીનાં સસરા બિલ્ડિંગ પરથી પટકાતા થયું મોત

ભારતીય ક્રિકેટ ટીમનાં આ ખેલાડીનાં સસરા બિલ્ડિંગ પરથી પટકાતા થયું મોત

 | 3:27 pm IST

ભારતીય ટીમનાં પૂર્વ ક્રિકેટર પ્રવીણ કુમારનાં સસારાનું નિધન થઇ ગયું છે. આ દુ:ખદ ઘટના રવિવારનાં શેખપુરામાં થઈ. પ્રવીણનાં સસરા ત્રણ માળની બિલ્ડિંગ પરથી પડી જતા તેમનું મોત થયું છે. તેમના પડોશીઓએ પ્રવીણ કુમારનાં સસરાને જમીન પર પડતા જોયા, ત્યારબાદ તેમને તરત જ હૉસ્પિટલ ભરતી કરવામાં આવ્યા હતા. પહેલા કહેવામાં આવી રહ્યું હતુ કે તેમણે છલાંગ લગાવી હતી, પરંતુ ઘરવાળાઓએ જણાવ્યું કે તેઓ ભૂલથી પડી ગયા હતા. હૉસ્પિટલમાં જ પ્રવીણ કુમારનાં સસરાને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

પૉસ્ટમૉર્ટમ બાદ પરિવારને પાર્થિવ શરીર સોંપવામાં આવ્યું 

પ્રવીણ કુમારને સૂચના મળતા જ તેઓ હૉસ્પિટલ પહોંચ્યા હતા. પ્રવીણ કુમારે કહ્યું કે, “પાણી ભરેલુ હોવાથી તેઓ ફસકી પડ્યા હતા જેના કારણે તેમનું નિધન થયું છે.” મેરઠનાં પોલીસ ઑફિસર અખિલેશ નારાયણે કહ્યું કે, “પરિવાળવાળાઓએ કહ્યું કે અનિલ કુમાર ધાબા પર ફૂદીનાનાં પત્તાઓ તોડવા માટે ગયા હતા અને ત્યારે આ અકસ્માત થયો.” પૉસ્ટમૉર્ટમ બાદ તેમના પરિવારને પાર્થિવ શરીર સોંપવામાં આવ્યું છે.

6 ટેસ્ટ મેચમાં 27 વિકેટ પોતાના નામે કરી છે

ભારતીય ક્રિકેટર પ્રવીણ કુમાર પોતાની ઝડપથી વધારે સ્વિંગ માટે જાણીતા હતા. પ્રવીણ કુમારે ભારત માટે 68 વન ડે મેચ રમી છે, જેમાં 77 વિકેટ ઝડપી છે. તો 6 ટેસ્ટ મેચમાં તેમણે 27 વિકેટ પોતાના નામે કરી છે. પ્રવીણ કુમારનાં નામે વર્ષ 2010માં રૉયલ ચેલેન્જર્સ બેંગલોર તરફથી રાજસ્થાન રૉયલ્સ સામે આઈપીએલ હેટ્રિક પણ છે. રણજીમાં તેમનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન વર્ષ 2008ની ફાઇનલમાં દિલ્લીની સામે 68 રન આપીને 8 વિકેટ છે.

આ વિડીયો પણ જુઓ: જમ્મુની તવી નદીમાં એરફોર્સનું દીલધડક રેસ્ક્યું ઓપરેશન – પાર્ટ 02

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન