NIFTY 10,085.40 -1.20  |  SENSEX 32,272.61 +30.68  |  USD 64.0725 -0.04
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • VIDEO ડરતાં- કાપતાં બાપને હિંમત આપતો દિકરો, લોકોએ બોલાવ્યો હુરિયો

VIDEO ડરતાં- કાપતાં બાપને હિંમત આપતો દિકરો, લોકોએ બોલાવ્યો હુરિયો

 | 4:34 pm IST

ચીનમાં કાચના સ્કાઈવોક પર બી ગયેલા પિતા અને તેમનો નાના પરંતુ ઉત્સાહી દિકરાનો વીડિયો ધૂમ મચાવી રહ્યો છે.

વીડિયોમાં પિતા અને પુત્રને જમીનથી અદ્ધર બનેલા કાચના સ્કાયવોક પર જોઈ શકાય છે. પુત્ર આ સાહસ માટે ભારે ઉત્સાહી હોવાનું જોઈ શકાય છે, પરતુ પિતા ડરને લીધે કાંપી રહ્યાં છે.

બાળક તેના પિતાને પણ તેની સાથે કાચના બનેલા રસ્તા પર ચાલે તે માટે જિદ કરે છે. જોકે પિતા બેઠા બેઠા એક એક ઈંચ આગળ વધે છે.
મોબાઈલ વીડિયોમાં કેટલાક લોકો હસ્તા હોવાનું પણ અવાજ સંભળાય છે. જોનારાઓ માટે આ દ્રશ્ય ખરેખર ફની છે પરંતુ મનોવૈજ્ઞાનિક પાસુ પણ તેમાં છે. આ પાસા મુજબ અમુક લોકોને ઊંચાઈનો ડર લાગે છે.

મીડિયા અહેવાલ પ્રમાણે આ વીડિયો ચીનના વોનશેન નેશનલ પાર્કનો છે. આ સ્થળે 213 ફૂટ લાંબો સ્કાયવોક જમીનથી 300 ફૂટની ઊંચાઈએ બનાવવામાં આવ્યો છે. આટલી બધી ઊંચાઈએ કાચના બનેલા રસ્તા પર ચાલવાનો અનુભવ કેવો હોય છે તેની કલ્પના વીડિયોમાં પિતાને જોઈને કરી શકાય છે.