Father Kills 20 year old Pregnant Daughter In Mumbai
  • Home
  • Featured
  • ઑનર કિલિંગ: ગર્ભવતી દીકરી પિતાને પગે લાગવા નમીને પિતાએ કાપી નાંખ્યું….

ઑનર કિલિંગ: ગર્ભવતી દીકરી પિતાને પગે લાગવા નમીને પિતાએ કાપી નાંખ્યું….

 | 3:54 pm IST

મુંબઇના ઑનર કિલિંગની એક હૃદય કંપાવનારી ઘટના સામે આવી છે. અહીં એક 20 વર્ષની ગર્ભવતી યુવતીને બરહેમીથી મોતને ઘાટ ઉતારી દેવાઇ. આ વારદાતને બીજા કોઇએ નહીં પરંતુ છોકરીના બાપે જ અંજામ આપ્યો. જ્યારે છોકરી પોતાના પિતાના પગે પડવા માટે ઝૂકી તો પિતાએ તેનું ગળું ચાકુથી કાપી નાંખ્યું. પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી લીધી છે.

આ સનસનીખેજ વારદાત મુંબઇના ઘાટકોપર વિસ્તારમાં બની હતી. પોલીસે રવિવારની સવારે અંદાજે 20 વર્ષની એક યુવતીની લોહીથી લથપથ લાશ કબ્જામાં લઇને પોસ્ટમોર્ટમ માટે મોકલી અને તપાસ શરૂ કરી દીધી.

ડીસીપી અખિલેશ સિંહનું માનીએ તો મૃતકનું નામ મીનાક્ષી ચૌરસિયા તરીકે થઇ. તેણે પોતાના પિતાની મરજીની વિરૂદ્ધ આ વર્ષે ફેબ્રુઆરીમાં પોતાના પ્રેમી બ્રિજેશ ચૌરસિયા સાથે લગ્ન કરી લીધા હતા. ત્યારથી મીનાક્ષીના પિતા રાજકુમાર ચૌરસિયા ખૂબ જ નારાજ હતા. પિતા રાજકુમારે પોતાની દીકરી મીનાક્ષીના સંબંધ બે વખત અલગ-અલગ છોકરાઓ સાથે નક્કી કર્યા હતા. પરંતુ મીનાક્ષી એ આ બંને સંબંધોને નકારી દીધા હતા.

ત્યારબાદ મીનાક્ષી બ્રિજેશની સાથે ભાગીને મધ્યપ્રદેશના સતના જતી રહી હતી અને ત્યાં લગ્ન કરી લીધા હતા. પોલીસના મતે આરોપી પિતાની સાથે મીનાક્ષીની મુલાકાત પણ થઇ હતી. ત્યારે તેના પિતાએ તેને કહ્યું હતું કે કયારેય પોતાના ગામ જાય નહીં, નહીં તો ખૂબ જ બેઇજ્જતી થશે.

ડીસીપી અખિલેશ સિંહના મતે શનિવાર સાંજે આરોપી રાજકુમારે મીનાક્ષીને કપડા માટે પૈસા આપવાના બ્હાને મળવા માટે બોલાવી. જેવી જ મીનાક્ષી પગે પડવા માટે ઝૂકી ત્યારે રાજકુમારે ચાકુથી ગરદન પર હુમલો કરી દીધો. જો કે કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે મીનાક્ષી આવી તો રાજકુમારે થોડાંક પૈસા નીચે પાડી દીધા, જ્યારે મીનાક્ષી પૈસા ઉઠાવા માટે ઝૂકી ત્યારે રાજકુમારે ધારદાર હથિયારથી પોતાની જ દીકરી પર હુમલો કરીને તેને મોતને ઘાટ ઉતારી દીધી.

વારદાતને અંજામ આપ્યા બાદ આરોપી પિતા ત્યાંથી ભાગી ગયો હતો. બાદમાં પોલીસે કેટલાંક લોકોની પૂછપરચ્છ કરી અને મોબાઇલ લોકેશનના આધાર પર આરોપી રાજકુમારની ધરપકડ કરી લીધા. એવામાં પ્રશ્ન ઉઠે છે કે જાતિ-ધર્મ અને જુઠ્ઠી શાનના નામ પર આ રીતે કેટલી દીકરીઓને કુર્બાન કરી દેવાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન