Father Of Groom Elope With Mother Of Bride In Surat
  • Home
  • Featured
  • સુરતનો આશ્વર્યજનક કિસ્સો: લગ્ન પહેલા ભાવિ વેવાણને લઇ વેવાઇ ભાગી ગયા, પછી યુવક-યુવતીના લગ્ન…

સુરતનો આશ્વર્યજનક કિસ્સો: લગ્ન પહેલા ભાવિ વેવાણને લઇ વેવાઇ ભાગી ગયા, પછી યુવક-યુવતીના લગ્ન…

 | 11:40 am IST

ગુજરાતના સુરતમાં બે પરિવારો યુવક – યુવતીના લગ્નની તૈયારીમાં વ્યસ્ત હતા. લગ્નનો હોલ, કપડા, કેટરીંગ, ઘરેણાથી લઇને મોટાભાગની તૈયારીઓ થઇ ચુકી હતી. પરંતુ તેવામાં બંને પરિવાર વચ્ચે એક અજીબોગરીબ કારણને લઇને વિવાદ સર્જાયો અને બાદમાં આ યુવક અને યુવતીના લગ્ન તુટી ગયા.

જાણવા મળ્યા મુજબ યુવક-યુવતીના લગ્ન ફેબ્રુઆરી માસમાં થવાના હતા પરંતુ તે પહેલા વરરાજાના પિતા અને વરવધુની મા બંને અચનાક ગુમ થઇ ગયા હતા. પરિવારના જણાવ્યા અનુસાર વરરાજાના પિતા અને વરવધુની મા બંને લાંબા સમયથી એકબીજાને ઓળખતા હતા અને એવી શંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે કે બંનેએ લગ્ન પણ કરી લીધા છે.

વિગતે વાત કરીએ તો સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા યુવકના લગ્ન નવસારીની યુવતી સાથે થવાના હતા. પરંતુ લગ્નના એક મહિના પહેલા યુવતીની માતા અચાનક ગુમ થઇ ગઇ હતી. પરિવારે આ અંગે પોતાની રીતે તપાસ કર્યા બાદ કોઇ પરિણામ ન મળતા અંતે આ અંગે પોલીસમાં જાણ કરી હતી. બીજી તરફ યુવકના પિતા પણ અચાનક ગુમ થઇ ગયા હતા અને તેઓના પણ કોઇ સમાચાર ન મળતા હોય તેમના પરિવારે પોલીસને આ અંગે જાણ કરી હતી.

પહેલાથી એકબીજાના સંપર્કમાં હતા બંને

પારિવારીક સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર વરરાજાના પિતા અને વરવધૂની માતા બંને પહેલાથી એકબીજાને ઓળખતા હતા. અને બંને યુવાનીના સમયથી લગ્ન કરવા માંગતા હતા. પોલીસને જાણ કર્યાના 10 દિવસ થયા હોવા છતાં હજુ સુધી પોલીસને આ બંનેનું પગેરૂ મળ્યું નથી જેથી બંને પરિવારે યુવક-યુવતીના લગ્ન કેન્સલ રાખ્યા છે અને આ સબંધ પર પૂર્ણવિરામ મુક્યું છે.

એક તરફ જ્યાં લગ્નની શરણાઇ વાગવામાં થોડા દિવસોની વાર હતી. યુવક અને યુવતી બંને લગ્નને લઇને ઉત્સાહમાં હતા અને મોટાભાગની ખરીદી પણ થઇ ગઇ હતી. એવામાં વેવાઇ ભાવી વેવાણને લઇને ભાગી જવાની ઘટના સામે આવતા બંને પરિવારો વચ્ચે સબંધો વણસી ગયા હતા અને યુવક-યુવતી બંનેએ આ લગ્ન કરવાનું કેન્સલ રાખ્યું હતુ.

આ વીડિયો પણ જુઓ – સુરત શહેરમાં ઝડપાયો છે એક વિકૃત ચોર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન