અંજારઃ સગીર પુત્રી સાથે નરાધમ પિતાનું દુષ્કર્મ, કંટાળીને પુત્રી દાદાના ઘરે ચાલી ગઈ - Sandesh
NIFTY 10,596.40 -86.30  |  SENSEX 34,848.30 +-300.82  |  USD 68.0050 +0.31
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Bhuj
  • અંજારઃ સગીર પુત્રી સાથે નરાધમ પિતાનું દુષ્કર્મ, કંટાળીને પુત્રી દાદાના ઘરે ચાલી ગઈ

અંજારઃ સગીર પુત્રી સાથે નરાધમ પિતાનું દુષ્કર્મ, કંટાળીને પુત્રી દાદાના ઘરે ચાલી ગઈ

 | 2:45 pm IST

અંજાર તાલુકાના મેઘપર કુંભારડી વિસ્તારમાં આવેલી ગોલ્ડન સિટી સોસાયટીમાં રહેતી ૧૭ વર્ષીય સગીરા પર જન્મ આપનાર પિતાએ નજર બગાડી હતી અને સતત પાંચેક વર્ષથી માસૂમ વયની પુત્રીનું શારીરિક શોષણ કરી પિતાએ હેવાનિયતની હદ વટાવી નાખી હોવાનો બનાવ સપાટી પર આવતાં સનસનાટી મચી ગઈ હતી.

આ અંગે મળતી વિગતો મુજબ આજે બપોરના અરસામાં આ સનસનીખેજ ઘટના સપાટી પર આવી હતી, જેમાં અંજાર તાલુકાના મેઘપર કુંભારડી ગામે આવેલી ગોલ્ડન સિટી સોસાયટીમાં રહેતી ૧૭ વર્ષીય સગીર વયની પુત્રી પર તેના જ પિતાએ નજર બગાડી હતી અને પાંચેક વર્ષથી નરાધમ પિતા – પુત્રીનું શારીરિક શોષણ કરતો હતો. દરમિયાન વિશેક દિવસ પહેલાં રાત્રિના સમયે પણ હેવાન બનેલા પિતાએ માસૂમ પુત્રીની જાતીય સતામણી કરી હતી.

પિતાની અવાર- નવારની જાતીય સતામણીના પગલે પુત્રી કંટાળી ગઈ હતી, જેથી આખરે તે દાદાના ઘેર ચાલી ગઈ હતી. ત્યારબાદ દાદા સમક્ષ પોતાની હૈયાવરાળ ઠાલવતાં દાદા પણ સ્તબ્ધ બની ગયા હતા. ત્યારે માસૂમ પૌત્રી પર નરાધમે નજર બગાડી હોવાની જાણ થતાં દાદા, દાદી દ્વારા પૌત્રીને ભુજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ત્યારબાદ આ અંગે ભુજ હોસ્પિટલ પોલીસ ચોકીમાં નોંધ કરવામાં આવી હતી, જેથી હોસ્પિટલ ચોકીની નોંધ પરથી અંજાર પોલીસે આરોપી સામે ફોજદારી નોંધવાની કાર્યવાહી હાથ ધરી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. બીજીતરફ અંજાર તાલુકાના મેઘપર કુંભારડી ગામે પિતા, પુત્રીના પવિત્ર સંબંધને લાંછન લગાડી પિતાએ પુત્રીનું શારીરિક શોષણ કર્યાનો બનાવ ઉજાગર થતાં સનસનાટી મચી ગઈ હતી.