પ્રણયીપાત્રોની મનપસંદ ભેટ ચોક્લેટ્સ – Sandesh
NIFTY 10,392.80 -59.50  |  SENSEX 33,811.84 +-198.92  |  USD 64.2100 +0.00
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Stree
  • પ્રણયીપાત્રોની મનપસંદ ભેટ ચોક્લેટ્સ

પ્રણયીપાત્રોની મનપસંદ ભેટ ચોક્લેટ્સ

 | 3:48 am IST

વિવિધા । જ્યોતિ મહેતા

ચોક્લેટ્સને વર્ષોથી રોમાન્સ સાથે સાંકળવામાં આવી છે. એવી માન્યતા છે કે ચોક્લેટમાં વાજીકારક (એફ્રોડિઝિયાક) ગુણ છે જે પુરુષોને ઉત્તેજના આપે છે અને સ્ત્રીઓના ક્ષોભ-સંકોચને ઘટાડે છે. તેથી ચોક્લેટ્સ હંમેશાં પુરુષો માટે પ્રથમ પસંદ બની છે. વર્ષોથી પુરુષો સ્ત્રીઓને ચોક્લેટ્સની ભેટ આપતા આવ્યા છે.

ચોક્લેટ્માં ‘ફેનીલેથીલામિન’ અને ‘સીરોટોનિન’ નામક તત્ત્વો હોય છે. આ બંને તત્ત્વો મૂડને સુધારવાનું કામ કરે છે. આ પ્રકારના તત્ત્વો માણસના મગજમાં પણ સ્ત્રવે છે જે મૂડને સારો બનાવે છે. જ્યારે આપણે ખુશી અથવા પ્રેમનો અનુભવ કરીએ છીએ ત્યારે આપણાં મગજમાં આ તત્ત્વોના સ્ત્રાવ થાય છે. તેનાથી મૂડ સુધરે છે. બી.પી.માં થોડો વધારો થાય છે. હૃદયના ધબકારા વધે છે. સુખાકારીનો અનુભવ થાય છે. પ્રેમ સાથે સંબંધિત હળવા ઉન્માદનો અનુભવ થાય છે.

મધુર ઉપહાર :

ચોક્લેટ ખાવાથી મૂડ સુધારનારા બંને તત્ત્વો આપણી સિસ્ટમમાં પ્રવેશીને તે જ પ્રકારની ઉન્માદની સ્થિતિ સર્જે છે. શરીરમાં શક્તિ, ર્સ્ફૂિત વધે છે. તેથી ચોક્લેટ વાજીકારક ગણાઈ છે.

તાજેતરના સંશોધનો દર્શાવે છે કે આ બંને તત્ત્વોની અસર સ્ત્રીઓ પર વધારે થાય છે. ઈતિહાસનું જાણીતું પ્રણયીપાત્ર ‘કાસાનોવા’ હંમેશાં ચોક્લેટ્સનું સેવન કરતો હતો એવું કહેવાય છે. જો અતિશયોક્તિ ના કરીએ તો ચોક્લેટનું સેવન આપણને ખુશ તો કરે જ છે. તેથી પ્રેમી કે પ્રેમિકાને તેની ગિફ્ટ આપવામાં કોઈ હાનિ નથી. આજના સમયમાં પ્રણયીપાત્રો માટે તે એક શ્રેષ્ઠ ઉપહાર (ગિફ્ટ) છે.