FBI memo hints Saudi Arabia involvement with 9/11 attack
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • FBI નો મેમો 11 સપ્ટેમ્બરના રોજના હુમલાખોરો અને સાઉદી અરબની સાઠગાંઠની ચાડી ખાય છે

FBI નો મેમો 11 સપ્ટેમ્બરના રોજના હુમલાખોરો અને સાઉદી અરબની સાઠગાંઠની ચાડી ખાય છે

 | 8:35 am IST
  • Share

બાઇડેન વહીવટીતંત્રે શનિવારે બિનવર્ગીકૃત કરેલો એફબીઆઇ મેમો ૧૧ સપ્ટેમ્બર, ૨૦૧૧ના રોજ પ્લેન હાઇજેક કરીને ટ્વિન ટાવર પર થયેલા હુમલાના હુમલાખોરો અને સાઉદી અરબ વચ્ચેની સાઠગાંઠની શંકા તો જન્માવે છે, પરંતુ આ હુમલા માટે સાઉદી અરેબિયા સામે કાનૂની કેસ કરવાની ઇચ્છા ધરાવતા પીડિત પરિવારોને જે પ્રકારનો સંગીન પુરાવો જોઇએ છે તેવો આ સંગીન પુરાવો નથી. ૯ સપ્ટેમ્બરના રોજ જે ચાર વિમાન હાઇજેક કરીને ૧૯ ઔહાઇજેકર્સે હુમલા કર્યા તે પૈકી ૧૫ સાઉદી નાગરિકો હતા. પીડિત પરિવારો તેથી જ સાઉદી અરેબિયા સામે કાનૂની કાર્યવાહી કરવાના પક્ષમાં છે.  

 ચાર એપ્રિલ ૨૦૧૬નો એફબીઆઇનો આ મેમો અત્યારસુધી બિનવર્ગીકૃત હતો પરંતુ શનિવારે તેને બિનવર્ગીકૃત કરવામાં આવ્યો હતો. આ મેમોમાં દર્શાવવામાં આવ્યું છે કે જે તે સમયે વિદ્યાર્થી રહેલા પરંતુ શંકાસ્પદ સાઉદી ગુપ્તચર ઓમર બાયૌમી તેમ જ વિમાનો હાઇજેક કરનીને ન્યૂયોર્ક અને વોશિંગ્ટનના લક્ષ્યાંકો ટકરાવાના ષડયંત્ર સાથે સંકળાયેલા અલ-કાયદાના બે ત્રાસવાદીઓ વચ્ચે કડીરૃપ સંબંધ હોવાનું લાગે છે.  

વર્ષ ૨૦૦૯થી ૨૦૧૫ દરમિયાન અનેક લોકોની થયેલી પૂછપરછ (કે જેમની ઓળખ વર્ગીકૃત કરવામાં આવી હતી) કરીને એફબીઆઇ દ્વારા આ મેમો તૈયાર કરવામાં આવ્યો હતો. તે મેમો ઓમર બાયૌમી અને નવાઝ અલ હાઝમી તેમ જ ખાલિદ અલ મિધાર એમ બે હાઇજેકર્સ વચ્ચેના સંપર્ક અને બેઠકોની વિગતો ધરાવે છે. બાયૌમી પણ કબૂલાત કરી ચૂક્યો છે કે હાઇજેકર્સ તેના મિત્રો હતા. બંને હાઇજેકર્સ ત્રાસવાદી હુમલો થયો તે પહેલાં જ વર્ષ ૨૦૦૦માં દક્ષિણ કેલિર્ફોિનયા પહોંચી ગયા હતા.   હાઇજેકર્સ દ્વારા ટેલિફોન પર થતી હતી વાતચીત  

એફબીઆઇનો આ મેમો કહે છે કે ટેલિફોન નંબરની વિગતો હાઇજેકર્સ હામિઝ અને મિધાર કેલિર્ફોિનયામાં હતા ત્યારે તેઓ કોના સંપર્કમાં હતા અને કોણ તેમને મદદ કરી રહ્યું હતું તે સંપર્કોની વિગત પણ આપે છે. જે સૂત્રોએ આ માહિતી આપી હતી તે સૂત્ર ઉપરાંત ઓમર બાયૌમી અને ઇમામ થુમૈરીનો પણ તે સંપર્ક યાદીમાં સમાવેશ થતો હતો. સૂત્રોએ એફબીઆઇને એમ પણ જણાવ્યું હતું કે વિદ્યાર્થીનું સત્તાવર સ્ટેટસ ધરાવતો ઓમર બાયૌમી સાઉદી કોન્સ્યુલેટમાં ખૂબ ઊંચો દરજ્જો ધરાવતો હતો. ઓમર બાયૌમી અને ઇમામ થુમૈરીએ હાઇજેકર્સ હામિઝ અને મિધારને ભાષાંતર, પ્રવાસ, નિવાસ સુવિધાઓ ઉપરાંત નાણાકીય સહાય પણ પૂરી પાડી હતી. જે સૂત્રે આ માહિતી આપી હતી તેની પત્નીએ કહ્યું હતું કે ઓમર બાયૌમી અનેકવાર જેહાદની પણ વાત કરતો હતો.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો