NIFTY 10,186.60 -38.35  |  SENSEX 32,941.87 +-91.69  |  USD 65.4150 -0.01
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • પરિવારજનોએ FBIના મોસ્ટ વોન્ટેડ ભદ્વેશને ઝડપથી પકડવાની માંગણી કરી

પરિવારજનોએ FBIના મોસ્ટ વોન્ટેડ ભદ્વેશને ઝડપથી પકડવાની માંગણી કરી

 | 11:19 am IST

અમેરિકાની તપાસ એજન્સી FBIના ટોપ ૧૦ મોસ્ટ વોન્ટેડ આરોપીઓના લીસ્ટમાં વિરમગામના હત્યારા પતિનો પણ સમાવેશ થાય છે. જેમા ભદ્રેશના પિતા ચેતનભાઇને હજુ પણ વિશ્વાસ નથી થતો કે તેમના પુત્રએ હત્યા જેવો ગુનો આચર્યો છે.

bhadresh patel

તેમનું એવુ કહેવુ છે કે ભદ્રેશ એક સીધો છોકરો હતો. તે જ્યારે પકડાશે અને કબુલાત કરશે ત્યારે જ તેઓ એના વિશે કંઇ કહેશે. જ્યારે અન્ય બે પરિવારોજનોએ સંદેશે સાથે વાતચીત કરતા ભદ્રેશને ઝડપથી પકડવાની માંગણી કરી હતી. લગ્ન બાદ અમેરિકામાં સ્થાઇ થયેલા ભદ્રેશ અને પલક મેરીલેન્ડની ડંકીન ડોનેટસ રેસ્ટોરન્ટમાં નોકરી કરતા હતા.

જ્યા લગ્નના થોડા સમય બાદ બંન્ને વચ્ચે મતભેદ શરૃ થયા હતા. તે દરમિયાન બે વર્ષ પુર્વે બંન્ને પતિ- પત્ની વચ્ચે કોઇ બાબતે માથાકૂટ થતાં તેણે પત્નીની હત્યા કરી આરોપી ભદ્રેશ ફરાર થઇ ગયો છે. જેની ભાળ મેળવવા તપાસ એેજન્સી FBIએ ૧ લાખ ડોલરનું ઇનામ પણ જાહેર કર્યું છે. આટલુ જ નહી FBIએ ગુજરાતી ભાષામાં પણ વોન્ટેડ ભદ્રેશની માહિતી જાહેર કરી છે.