FDIમાં કેન્દ્ર સાવ નિષ્ફળ : ડિફેન્સમાં ૪ વર્ષમાં માત્ર૧.૧૭ કરોડનું રોકાણ - Sandesh
  • Home
  • Ahmedabad
  • FDIમાં કેન્દ્ર સાવ નિષ્ફળ : ડિફેન્સમાં ૪ વર્ષમાં માત્ર૧.૧૭ કરોડનું રોકાણ

FDIમાં કેન્દ્ર સાવ નિષ્ફળ : ડિફેન્સમાં ૪ વર્ષમાં માત્ર૧.૧૭ કરોડનું રોકાણ

 | 1:25 am IST

નવી દિલ્હી, તા. ૮

એફડીઆઈ અને મેક ઇન ઈન્ડિયા મુદ્દે મોદી સરકારને મોટી નિષ્ફળતા મળી છે. સંરક્ષણ ક્ષેત્રમાં સરકારને વિદેશી રોકાણ આકર્ષવામાં મોટી નિષ્ફળતા હાથ લાગી છે. તાજેતરમાં સંસદમાં જ સરકારે તેનો સ્વીકાર કર્યો હતો. સરકારી આંકડા પ્રમાણે છેલ્લાં ચાર વર્ષમાં સંરક્ષણ ક્ષેત્રમાં માત્ર ૧.૧૭ કરોડનું જ વિદેશી રોકાણ આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, સરકારે સંરક્ષણ ક્ષેત્રમાં વિદેશી રોકાણના નિયમો હળવા કર્યા હતા અને ફોરેન ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડને પણ રદ કરી દીધું હતું છતાં ધાર્યું કોઈ પરિણામ મળ્યું નથી. સંરક્ષણ રાજ્યમંત્રી સુભાષ ભામરેએ લોકસભામાં એક સવાલના જવાબમાં જણાવ્યું હતું કે, એપ્રિલ ૨૦૧૪થી ડિસેમ્બર ૨૦૧૭ સુધીમાં સંરક્ષણ ક્ષેત્રમાં માત્ર ૦.૧૮ મિલિયન ડોલરનું જ રોકાણ આવ્યું છે.

હાલમાં ભારત હથિયારોનો સૌથી મોટો ખરીદદાર 

ઉલ્લેખનીય છે કે, સરકાર દ્વારા ૧.૨૫ લાખ કરોડનાં હથિયારોની ખરીદીની અનુમતિ આપવામાં આવી હતી. આ સંરક્ષણ સોદામાં ઇઝરાયેલ પાસેથી રડાર અને મિસાઇલ, અમેરિકા પાસેથી એરક્રાફ્ટ, આર્ટિલરી ગન્સ, ફ્રાન્સ પાસેથી પણ કેટલાંક હથિયારો અને ફાઇટર જેટ તથા રશિયા પાસેથી રોકેટ વગેરેનો સમાવેશ થાય છે. સરકારે છેલ્લાં ચાર વર્ષમાં વિદેશી રોકાણ મુદ્દે ૧૮ જેટલી પરવાનગીઓ આપી છે પણ બધી નિરર્થક નીવડી હોય તેમ જણાઈ રહ્યું છે. ભારત ઉત્પાદનનાં ક્ષેત્રમાં ઘણો પાછળ છે જ્યારે હથિયારોની ખરીદીમાં ખૂબ જ મોટો આયાત કરનારો દેશ છે. ભારતીય હથિયારોના ૬૦ ટકા હાર્ડવેર આજે પણ વિદેશથી જ મગાવવામાં આવે છે.

;