Fear of Omicron: The search for 11 people from abroad started in this city
  • Home
  • Gujarat
  • ઓમિક્રોનનો ભય: આ શહેરમાં વિદેશથી આવેલા 11 લોકોની શોઘખોળ શરૂ

ઓમિક્રોનનો ભય: આ શહેરમાં વિદેશથી આવેલા 11 લોકોની શોઘખોળ શરૂ

 | 12:09 pm IST
  • Share

  • શહેરના 9 અને જિલ્લામાં 2 લોકોની શોધખોળ શરૂ

  • વિદેશમાં કોરોનાનો નવો વેરિયન્ટ ‘ઓમિક્રોન’ દેખાયો

રાજકોટમાં વિદેશથી આવેલા 11 લોકોની શોઘખોળ શરૂ કરવામાં આવી છે. જેમાં શહેરમાં 9 અને જિલ્લામાં 2ની આરોગ્ય વિભાગ દ્વારા શોધખોળ શરૂ કરાઇ છે. કેમકે વિદેશથી આવતા લોકોને કોરન્ટાઈન કરવાનો નિયમ છે.

11 લોકોને આરોગ્ય વિભાગ શોધી રહ્યું છે

ગુજરાતમાં કોરોનાના કેસ ઓછા થયા છે. ત્યારે વિદેશમાં કોરોનાના નવા વેરિયન્ટ ‘ઓમિક્રોન’ એ દેખા દીધા છે. જેમાં ગુજરાત સરકારની સુચનાથી રાજકોટ મ.ન.પા. દ્વારા આ નવા વેરિયન્ટ સામે સાવચેત રહેવા રાજકોટમાં વિદેશથી આવેલા લોકોને હોમ કવોરન્ટાઇનમાં રાખવાની વ્યવસ્થા શરૂ કરી દીધી છે. જે અન્વયે તાજેતરમાં 43 લોકોને હોમ કવોરન્ટાઇન કર્યાનું જાણવા મળ્યું છે.

શહેરના 9 અને જિલ્લાના 2 લોકોની શોધ

ઉલ્લેખનિય છે કે રાજકોટમાં ઓમિક્રોનના દહેશત વચ્ચે 11 લોકોને આરોગ્ય વિભાગ શોધી રહ્યું છે. વિદેશથી આવતા લોકોને કોરોન્ટાઇન કરવાનો નિયમ કર્યો છે. જેમાં રાજકોટ શહેરના 9 અને જિલ્લાના 2 લોકોની ભાળ મેળવવા આરોગ્ય વિભાગ ઊંધા માથે છે.

વિદેશી પ્રવાસીઓનું સ્થળ પર મેડિકલ સ્ક્રીનીંગ

આ અંગે મ.ન.પા.ના આરોગ્ય તંત્રએ સત્તાવાર જાહેર કર્યા મુજબ રાજ્ય સરકારની સુચના મુજબ રાજકોટમાં વિદેશની મુસાફરી કરીને આવેલા લોકોની માહિતી મેળવી તેઓનો સંપર્ક કરી ‘હોમ કવોરન્ટાઇન’ કરવાની વ્યવસ્થા યુધ્ધના ધોરણે શરૂ કરાવી છે. જે અંતર્ગત એરપોર્ટ ઉપર ઉતરતાં વિદેશી પ્રવાસીઓનું સ્થળ પર મેડિકલ સ્ક્રીનીંગ કરવામાં આવી રહ્યું છે. અને તેઓને હોમ કવોરન્ટાઇન રાખવાનું શરૂ કરાયું છે.

આ ઉપરાંત અમદાવાદ એરપોર્ટ ઉપર વિદેશથી આવી અને બસ કે અન્ય વાહન મારફત વિદેશી પ્રવાસીઓ વિવિધ શહેરોમાં જઇ રહ્યાં છે. તેથી તેમને શોધીને તેઓને હોમ કવોરન્ટાઇન કરવામાં આવી રહ્યાં છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો