Fearless exploitation of students in Palanpur Nutan school
NIFTY 11,018.90 -4.30  |  SENSEX 36,541.63 +-6.78  |  USD 68.5200 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • પાલનપુરમાં નૂતન સ્કૂલે વિદ્યાર્થીઓ પાસે કરાવી વેઠ, તપાસના આદેશ

પાલનપુરમાં નૂતન સ્કૂલે વિદ્યાર્થીઓ પાસે કરાવી વેઠ, તપાસના આદેશ

 | 7:14 pm IST

જિલ્લા મુખ્યાલય પાલનપુરમાં સરકારી ગ્રાન્ટેડ સ્કૂલમાં સ્કૂલ સમય દરમિયાન સ્કૂલ શિક્ષક દ્વારા બે વિદ્યાર્થીઓ પાસે વેઠપ્રથા મુજબ ગંદા અને રોગ ફેલાય તેવા કુડા કચરાને એકત્ર કરી આગ લગાવી નાશ કરવાની કામગીરી સોંપાઈ હતી. જેમાં કુમળી વયના વિદ્યાર્થીઓ દ્વારા પોતાની સ્કૂલના શિક્ષકના આ તઘલખી આદેશને નતમસ્તક થઈ કચરો ભેગો કરી આગ લગાડી, કચરાનો સ્કૂલ પટાંગણ બહાર નાશ કરવાની કામગીરી કરાઈ હતી. જોકે આ કામગીરી નિયમ વિરુદ્ધની હોઈ ટીકાપાત્ર બની હતી. જેનાથી સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓની સુરક્ષા અને સાવચેતી પર નાગરિકોમાં અનેક સવાલો ઊભા થયા છે.

આ ઘટનાની વિગત જોઈએ તો જિલ્લા મુખ્યાલય પાલનપુર ખાતે હાઈવે સ્થિત નૂતન હાઈસ્કૂલ ગ્રાન્ટેડ સ્કૂલ આવેલ છે જેમાં આજે બપોરે ૩.૩૦ કલાકે હાઈવે પરની આ સ્કૂલના ગેટ બહાર સ્કૂલ ગણવેશમાં બે કુમળી વયના વિદ્યાર્થીઓ ઘન કચરાના નિકાલની કામગીરીમાં જોતરાયેલા જોવા મળતા રાહદારીઓ અચરજથી આ દૃશ્ય જોઈ ચોંકી ઊઠયા હતા. કેમ કે આ વિદ્યાર્થીઓ સ્કૂલ કોટ આજુબાજુના ઘન કચરાને એકત્ર કરી તેને આગ ચાંપી આ કચરા નિકાલનો ભયજનક પ્રયાસ કરી રહ્યા હતા. જોકે આ પ્રકારની બાળકો પાસે સ્કૂલ ચાલુ સમયે કામગીરી કરાવી શકાય નહીં અને બાળકો જે પ્રકારે લોખંડના તારથી સળગતા કચરાને હવામાં ફંગોળતો અટકાવવા પ્રયત્ન કરતા હતા. તે સ્થિતિ ભયજનક હતી અને આ બાળકો આ સ્થિતિમાં આગના સંપર્કમાં આવી અકસ્માતનો ભોગ પણ બની શકતા હતા. આ નિયમ વિરુદ્ધની કામગીરી આ જ સ્કૂલના એક શિક્ષક કરાવતા હતા અને સરકસના રિંગ માસ્ટરની જેમ મોનિટરિંગ કરતા દેખાયા હતા. આ બનાવ અહીંથી પસાર થતા અનેક રાહદારીઓએ જોયો હતો. જોકે બાળકો પાસે આ પ્રકારની ભયજનક કામગીરી કરતા શિક્ષક કેમેરામાં ઝડપાતા પોતાના લૂલા બચાવમાં આવ્યા હતા અને આ નિયમ વિરુદ્ધની કામગીરીને સફાઈ અભિયાનનું રૃપકડું નામઆપી છટકવાનો પ્રયત્ન કર્યો હતો અને પોતાની નિયમ વિરુદ્ધની કામગીરીને યોગ્યતાના માપદંડ મૂલવવાની નિરર્થક કોશિશ કરી હતી.

જોકે આ ગંભીર ઘટનાને જાહેર હિત માટે સૌ પ્રથમ સંદેશ દ્વારા ઉજાગર કરાઈ હતી અને આ બનાવના પૂરતા આધાર પુરાવા સાથે કુમળી વયના અસુરક્ષિત વિદ્યાર્થીઓના જીવન સામેના આ ભયજનક બનાવમાં દોષિત શિક્ષકને કાયદાના પ્રબંધોએ નશ્યતઆપવા અનુરોધ કરાયો હતો.

આ ઘટનાની ગંભીરતા સમજી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દીપકભાઈ દરજીએ આ ન્યાયિક તપાસના આદેશ આપ્યા છે અને જે પણ દોષિત શિક્ષક કાયદા અને નિયમો આધીન કાર્યવાહી કરાશે તેવી ખાતરી આપી છે. જોકે,બીજી તરફ આ વિવાદિત નૂતન સ્કૂલના પ્રિન્સિપાલનો સંપર્કનો પ્રયાસ કરાતા તેમનો ફોન બંધ થઈ ગયો હતો. ત્યારે અભ્યાસ સમયે સ્કૂલની બહાર વિદ્યાર્થીઓ પાસે આ પ્રકારની ભયજનક વેઠ કરનારા શિક્ષકો સામે શિક્ષણ વિભાગ કડક અને નશ્યતરૃપ પગલાં લેવા આગળ આવે તેવી જનમાગ પણ વાલીઓમાંથી ઊઠવા પામી છે.

જિલ્લા શિક્ષણ અધિકારીએ સંદેશ ન્યૂઝ અહેવાલ બાદ બાળકોને વેઠ કરાવનાર દોષિત શિક્ષક વિરુદ્ધ આપ્યા તપાસના આદેશ

પાલનપુરની ગ્રાન્ટેડ નૂતન સ્કૂલમાં વિદ્યાર્થીઓ પાસે ભયજનક વેઠ કરાવતા શિક્ષક રંગે હાથ કેમેરામાં ઝડપાયા હતા. જોકે પુરાવા તસવીરમાં દેખાતા શિક્ષક વિરુદ્ધ જિલ્લા શિક્ષણ અધિકારીએ તપાસના આદેશ આપ્યા છે.