8 ફિચર્સ દ્વારા સમજો Samsungના નવા Galaxy s8 અને S8 Plusમાં શું છે ખાસ

દક્ષિણ કોરિયાની મોબાઈલ હેન્ડસેટ કંપની સેમસંગે પોતાના ફ્લેગશીપ સ્માર્ટફોન Galaxy S8 અને Galaxy s8 plus લોન્ચ કર્યા છે. કંપનીએ આ ફોનમાં એકદમ નવી ડિઝાઈન સાથે નવા ફિચર્સની સુવિધા આપવામાં આવી છે. કંપનીએ આને સ્માર્ટફોનની દુનિયામાં એક ક્રાંતિકારી શરૂઆત કહ્યું છે. આ આઠ ફિચર્સ દ્વારા જાણો શું છે આમા ખાસ :
Processor: સેમસંગ ગેલેક્સ એસ8 અને એસ8 પ્લસ બંને સ્માર્ટફોન ક્વાલકોમ સ્નેપડ્રેગન 835 પ્રોસેસરથી લેસ છે. આ પ્રોસેસર સાથે આવનાર આ પહેલો સ્માર્ટફોન છે.
Indinity Display: બંને ફોનમાં કર્વ્ડ ડિસ્પેલ આપવામાં આવી છે. જેને કંપનીએ Infinity Display નામ આપ્યું છે. સેમસંગનું કહેવું છે. કે, ગેલેક્સી એક8ની ડિસ્પલે જુની એસ7થી 18 ટકા મોટી છે. સેમસંગ ગેલેક્સી એસ8 અને ગેલેક્સી એસ8+માં ક્રમશ 5.8 અને 6.2 ઈચંની સુપર એમોલેડ પ્રેશર સેન્સેટીવ ડિસ્પલે છે.
Bixby: આમા કંપનીએ વર્ચ્યુઅલ એસિસ્ટેન્ટ Bixbyની સુવિધા આપી છે. કંપનીએ કહ્યું છે કે, આમાં આપવામાં આવેલૂ બિક્સબી ફિચર બજારમાં રહેલા એપલના સીરી, ગૂગલ એસિસ્ટેન્ટ અને એમેઝોન એલેક્સને ટક્કર આપશે. Bixby સ્માર્ટફોનને આપવામાં આવતી કોઈપણ ટાસ્કને કરવા માટે સક્ષમ છે. આ કેમેરોને કોઈપણ પ્રોડક્ટને સ્કેન કરી શકે છે અને તેની બધી જ જાણકારી યુઝરને આપી શકે છે. જોકે, આ ફોનમાં આપેલી કેટલીક એપ્સ સાથે જ કામ કરી શકે છે.
Home Button: કંપનીએ ફોનમાં ડિઝાઈનમાં ઘણા ફેરફાર કર્યા છે. બંને ફોન કર્વ્ડ ડિસ્પલે સાથે આવે છે. ફોનનો હોમ બટન પણ ડિસ્પલેમાં જ છુપાયેલું છે, જેને પ્રેસ કર્યા બાદ જ જોઈ શકાય છે. ફોનમાં પ્રીમિયમ ફિનિશ ટચ આપવા માટે ફોનના ફ્રન્ટ અને બોટમમાં કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 5 આપવામાં આવ્યું છે.
Mobile HDR Certification: કંપનીનો દાવો છે કે, આ દુનિયાનો પહેલો ફોન છે, જે UHD alliance પાસેથી એચડીઆર સર્ટિફિકેશન મળેલું છે.
Gigabit LTE: ગેલેક્સી એસ-8 બજારમાં પહેલો સ્માર્ટફોન હશે જે ગીગાબિટ એલટીઈ સ્પીડથી સક્ષમ હશે, એટલે કે, આ 5G પર પણ કામ કરશે.
Samsung Dex: આ ફિચર દ્વારા ટીવીથી ક્નેક્ટ કરવા પર તમે પોતાના ફોનને ડેસ્કટોપમાં બદલી શકાય છે. આમાં તમે વિન્ડોની સાઈઝ બદલી શકો છો. તે ઉપરાંત એક જ સમયે ઘણી બધી એપ્સ પર કામ કરી શકો છો. આ માઈક્રોસોફ્ટ Continumની જેમ છે.
Camera: ફોનમાં ડ્યુઅલ પિક્સલ સેન્સર ટેકનોલોજીથી લેસ 12 એમપીનો રિયર કેમેરા સાથે સેલ્ફી માટે 8 એમપીનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન