ઓસ્ટ્રેલિયન ઓપનમાં નડાલને હરાવી ફેડરર બન્યો ચેમ્પિયન, 18માં ગ્રાન્ડસ્લેમ પર કર્યો કબજો

196

સ્વિઝલેન્ડના રોજર ફેડરરે ઓસ્ટ્રેલિયન ઓપનના 2017ની સિંગલ વર્ગમાં નડાલને હરાવીને ટાઈટલ પોતાના નામે કરી લીધો છે. તેમણે ફાઈનલમાં સ્પેનના રાફેલ નડાલને 6-4, 3-6, 6-1, 3-6, 6-3થી હરાવ્યો હતો. ફેડરરનો આ 18મું ગ્રાન્ડ સ્લેમ અને પાંચમુ ઓસ્ટ્રેલિયન ખિતાબ છે.

આ બંને દિગ્ગજ ખેલાડીઓ 2011ના ફેન્ચ ઓપન બાદ પહેલી વખત કોઈ ગ્રાન્ડ સ્લેમની ફાઈનલમાં ટક્કર થઈ હતી. વર્ષ 2009માં ફેડરરને ઓસ્ટ્રેલિયન ઓપનમાં નડાલને હરાવ્યો હતો. ગ્રેન્ડસ્લેમ ફાઈનલમાં નડાલનો ફેડરર પર 6-3ના રેકોર્ડ હતો જે હવે 6-4 થઈ ગયો હતો. 35 વર્ષીય ફેડરરનો આ છઠ્ઠો ઓસ્ટ્રેલિયન ફાઈનલ અને કુલ 28માં ગ્રાન્ડસ્લેમ ફાઈનલ હતી.

વર્ષ 2012ના વિંબલડન બાદ આ તેમની ગ્રાન્ડસ્લેમ જીત છે. આ જીતથી પહેલા ફેડરરે નડાલ સામે આઠમાંથી 6 ગ્રાન્ડ સ્લેમ હાર્યો છે. નડાલ અને ફેડરર બંનેએ આ ટૂર્નામેન્ટમાં ઈજામાંથી બહાર આવીને વાપસી કરી હતી. ફેડરરને તો અહી 17મી રેન્ક આપવામાં આવી હતી જે એક દશકથી સૌથી ખરાબ હતી.