શું 2021થી ભારતમાં Google Pay યુઝ કરવા પર આપવા પડશે પૈસા? જાણો સચ્ચાઈ…

Google Payને લઈ હાલમાં એક ખબર ખુબ જ ઝડપથી વાઈરલ થઈ રહી છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, આગામી વર્ષ એટલે કે 2021થી તમે ફ્રીમાં Google Pay મારફતે પૈસા ટ્રાન્સફર કરી શકશો નહીં. નવા વર્ષથી પૈસા ટ્રાન્સફર કરવા માટે ગુગલ પે દ્વારા ચાર્જ લગાવવામાં આવશે. પણ આ દાવો સાચો નથી. તો જાણો શું છે સમગ્ર હકીકત…
Google Pay જાન્યુઆરી 2021થી પીયર-ટુ-પીયર પેમેન્ટ સુવિધા બંધ કરવા જઈ રહ્યું છે અને તેની જગ્યાએ ઈન્સ્ટન્ટ મની ટ્રાન્સફર પેમેન્ટ સિસ્ટમ જોડવામાં આવી રહી છે. ગુગલ પે બે રીતે ઉપયોગ થયા છે જેમાં ગુગલ પે એપ અને pay.google.com સામેલ છે. ઈન્સ્ટન્ટ મની ટ્રાન્સફર માટે ગુગલ નવી એપ પણ લોન્ચ કરશે જેનું ટેસ્ટિંગ હાલ અમેરિકામાં થઈ રહ્યું છે.
તમને જણાવી દઈએ કે, ગુગલ પે બે રીતે કામ કરે છે. ભારતમાં Google Pay UPI મારફતે કામ કરે છે, જ્યારે અન્ય દેસોમાં તે ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ મારફતે યુઝ થાય છે. સીધા શબ્દોમાં કહીએ તો ભારતમાં Google Pay ઉપયોગ કરવા માટે તમને તમારો એકાઉન્ટ નંબર નાખવો પડે છે અને UPIથી પિન બનાવવો પડે છે. જ્યારે અન્ય દેશોમાં Google Pay ઉપયોગ કરવા માટે ડેબિટ કાર્ડને એપમાં લિન્ક કરવું પડે છે.
હવે આ સમગ્ર મામલો અન્ય દેશો સાથે જોડાયેલો છે. ગુગલે પોતાના સપોર્ટ પેજ પર કહ્યું છે કે જ્યારે તમે ડેબિટ કાર્ડથી પૈસા ટ્રાન્સફર કરો છો તો 1.5 ટકા એટલે કે 0.31 ડોલર ચાર્જ લાગે છે. જ્યારે હવે ભારતમાં ગુગલ પેમાં ડેબિટ કાર્ડનો ઉપયોગ જ થતો નથી તો પછી નવો નિયમ ભારતના યુઝર્સ માટે લાગુ નહીં થાય. એટલે કે તમે ગુગલ પે યુઝ કરો છો તો તમારે ગભરાવવાની જરૂર નથી. આ નિયમ અમેરિકા માટે છે ભારત માટે નહીં.
આ વીડિયો પણ જુઓઃ અહેમદ પટેલના નિધન પર નેતાઓએ દુઃખની લાગણી વ્યક્ત કરી
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન