Fee Regulatory Committee declare fees for Technical Colleges in Gujarat
  • Home
  • Ahmedabad
  • ફી રેગ્યુલેટરી કમિટીએ 43 ટેક્નિકલ કોલેજોની ફી નક્કી કરી, સેપ્ટ યુનિવર્સિટીને આપી નોટિસ

ફી રેગ્યુલેટરી કમિટીએ 43 ટેક્નિકલ કોલેજોની ફી નક્કી કરી, સેપ્ટ યુનિવર્સિટીને આપી નોટિસ

 | 7:14 pm IST

ફી રેગ્યુલેટરી કમિટી દ્વારા રાજ્યની 43 ટેક્નિકલ કોલેજોની ફી નક્કી કરાઈ છે. જેમાં વર્ષ 2018-19માં શરૂ થયેલી 20 કોલેજો જ્યારે વર્ષ 2019-20માં શરૂ થયેલી 23 કોલેજોનો સમાવેશ થાય છે. ગત વર્ષે નિયત કરાયેલી 20 સંસ્થાઓ પૈકી માત્ર 2 સંસ્થાઓને ફીમાં વધારો આપવામાં આવ્યો છે. બાકીની 18 સંસ્થાઓની ફી ગત વર્ષ જેટલી રાખવા આદેશ કરાયો છે.

ફી નક્કી કરાઈ છે તે સંસ્થાઓમાં પારૂલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજીના ડિપ્લોમા-વાઘોડીયાની ફી 5 હજારના વધારા સાથે 40,000 કરાઈ છે. સ્કૂલ ઓફ ફાર્મસી પારૂલ યુનિવર્સિટી-વાઘોડીયાને 10,000નો વધારો અપાયો છે. આ વર્ષે નવી ખૂલેલી નવરચના યુનિવર્સિટી સ્કૂલ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજીને ME અને M.Techનાં વર્ગો માટે 1,07,000 ફીની મંજુરી અપાઈ છે.

નિર્ધારિત ફી ઉપરાંત કોઇપણ પ્રકારની ફી ન વસુલવા FRC ટેક્નિકલનો આદેશ કરાયો છે. જેથી હવે વિદ્યાર્થી પ્રવેશ લે ત્યારથી અભ્યાસ પૂર્ણ કરે ત્યાં સુધી મંજુર કરાયેલી ફી લાગુ પડશે. કોઇપણ વિદ્યાર્થી પાસેથી કોલેજ એક સેમિસ્ટર કરતાં વધુ ફી એકસાથે લઈ શકશે નહીં. આ ઉપરાંત સેપ્ટ યુનિવર્સિટી પાસે પણ નવા શરૂ કરાયેલાં કોર્સ માસ્ટર ઓફ પ્લાનિંગ બાબતે ખુલાસો માંગવામાં આવ્યો છે. આ કોર્સની ફીની દરખાસ્ત નહિ કરાઈ હોવાનું ધ્યાને આવતાં હાલ સેપ્ટને કારણદર્શક નોટિસ આપવામાં આવી છે.

જુઓ આ વીડિયો પણ..

સુરતની મહિલાઓ PM મોદીને મોકલશે રાખડી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન