Feet too sore after foreplay? Is this normal?
  • Home
  • Featured
  • ફોરપ્લે બાદ પગ ખૂબ દુખવા લાગ્યા હતા? શું આ નોર્મલ છે?

ફોરપ્લે બાદ પગ ખૂબ દુખવા લાગ્યા હતા? શું આ નોર્મલ છે?

 | 8:10 am IST

મૂંઝવણ :- ડો. અક્ષરકુમાર શર્મા

પ્રશ્ન : નમસ્તે સર, મારી ઉંમર ૨૨ વર્ષની છે. મારાં લગ્નને માત્ર એક જ વર્ષ થયું છે. મારા હસબન્ડ હવે બાળક લાવવા માટે કહે છે. તેમનું કહેવું છે કે અત્યારથી પ્રયત્ન કરીશું ત્યારે એક વર્ષે ગર્ભ રહેશે. મને ટેન્શન બીજી વાતનું છે. મૂળ એવું છે કે મારે માસિક તો નિયમિત આવે છે, પણ તે સાવ ઓછું આવે છે. તો મને ડર લાગે છે કે શું મને બાળક રહેવામાં કોઇ તકલીફ તો નહીં પડેને? મને આ સમસ્યાનો ઉકેલ જણાવવા વિનંતિ.

જવાબ : માસિક નિયમિત આવતું હોય એટલે બાળક રહેવામાં કોઇ જ તકલીફ ન થાય. ભલે તે વધુ કે ઓછા પ્રમાણમાં કેમ ન આવતું હોય. જો તમને બીજી કોઇ શારીરિક તકલીફ ન હોય, તમે સ્વસ્થ હોવ તો ગર્ભ રહેવામાં કોઇ જ પ્રશ્ન નહીં નડે. અને રહી વાત બાળકના જન્મની તો અત્યારથી ગર્ભ રાખવા માટે પ્રયત્ન કરશો તો એક વર્ષે માંડ સફળ થશો તેવી માન્યતા તમારા હસબન્ડના મગજમાં ખોટી છે. એમાં બધાને એક વર્ષ થાય એવું નથી. ઘણાંને પહેલા જ પ્રયત્ને પણ ગર્ભ રહી જતો હોય છે. વળી તમારી ઉંમર પણ હજી ઘણી નાની છે. ૨૫ વર્ષની ઉંમર ગર્ભ રાખવા માટે આજના જમાના પ્રમાણે શ્રેષ્ઠ ઉંમર છે. બાકી માસિકના કારણે ગર્ભ ન રહેવાની ચિંતાને મગજમાંથી કાઢી નાખો. માસિક ઓછું કેમ આવે છે તે અંગે એકવાર ગાયનેકની સલાહ લઇ લો.

પ્રશ્ન : નમસ્તે સર, મારી ઉંમર ૨૬ વર્ષ છે. જ્યારે પતિની ઉંમર ૩૧ વર્ષ છે. અમારે એક દીકરી છે. હાલ અમે બાળક નથી ઈચ્છતા. તો શું હું ગર્ભનિરોધક ગોળી લઇ શકું? આ સારું ઓપ્શન રહેશે?

જવાબ : મારી દૃષ્ટિએ ગર્ભનિરોધક ગોળી કરતાં નિરોધ વાપરો. તે વધારે સારું ઓપ્શન છે. તમારે એક બાળક છે એટલે તમે ચાહો તો કોપર ટી પણ મુકાવડાવી શકો છો, કારણ કે ગર્ભનિરોધક ગોળીથી હોર્મોન્સની શારીરિક તકલીફની સાથેસાથે ભવિષ્યમાં બાળક ન રહેવાનો ભય પણ સતાવતો હોય છે. માટે બને ત્યાં સુધી આવી ગોળીથી દૂર જ રહેવું.

પ્રશ્ન : નમસ્તે સર, મારી ઉંમર ૨૨ વર્ષ છે. થોડા સમયમાં જ મારાં લગ્ન થવાનાં છે. મારે જાણવું હતું કે શું બિકિની વેક્સ કરાવડાવી શકાય? કારણ કે રેઝર વાપરવાથી તે જગ્યાએ વાળ ખૂબ ઝડપથી અને વધારે રફ આવે છે. મારી ઘણી મિત્રોએ મને બિકિની વેક્સ કરાવવાની સલાહ આપી. મારી એક મિત્ર કરાવે પણ છે, તેણે મને જણાવ્યું કે બિકિની વેક્સથી રફ હેર આવવાની સમસ્યા નહીં રહે, તેમજ તેનાથી ખૂબ જલદી હેર પણ નહીં આવે. મને જણાવશો કે શું બિકિની વેક્સ સેફ ગણાશે?

જવાબ : યુવાન છોકરીઓમાં હવે બિકિની વેક્સ કરાવવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે. જેમ હાથે-પગે રેગ્યુલર વેક્સ કરાવવામાં આવે છે, તે રીતે ત્યાં પણ કરાવવામાં આવે છે. તેમાં કોઇ ભય નથી. બસ, કોઇ સારા એક્સપર્ટ પાસે કરાવડાવવું, જેથી કરીને તે જગ્યાએ ઇજા થવાનો પ્રશ્ન ન ઊભો થાય. તે જગ્યા વધારે સેન્સિટિવ હોવાને કારણે ત્યાં ખેંચાવાની, દુખાવાની તકલીફ શરીરનાં બીજાં અંગો કરતાં વધારે થતી હોય છે, જો તે સહન કરવાની ક્ષમતા હોય તો તે કરાવી શકાય.

પ્રશ્ન : નમસ્તે સર, મારી ઉંમર ૨૪ વર્ષ છે. મારી સગાઇ થઇ ચૂકી છે. અમે ફોનમાં ખૂબ વાતો કરીએ છીએ. ફોનમાં ફિઝિકલ રિલેશનની પણ વાતો કરતાં હોઇએ છીએ. અમને બંનેને આ ગમે છે. થોડા સમય પહેલાં જ મારો મંગેતર મને મળવા આવ્યો હતો. અમે મારા ઘરે એક રૂમમાં એકલાં બેઠાં હતાં ત્યારે અમે બંનેએ ખૂબ ફોરપ્લે કર્યું હતું. સેક્સ નહોતું માણ્યું પણ સેક્સ માણતાં હોય તે જ પોઝિશનમાં ફોરપ્લે કર્યું હતું. ત્યારબાદ મારો મંગેતર તેના ઘરે જતો રહ્યો હતો. પણ એક તકલીફ અમને બંનેને થઇ હતી. તેના ગયા પછી તેનો ફોન આવ્યો ત્યારે મેં તેને ફરિયાદ કરી કે મને ખૂબ પગ દુખે છે. ખાસ કરીને સાથળનો ભાગ ખૂબ દુખતો હતો. તેણે પણ મને જણાવ્યું કે તેના પગમાં પણ દુખાવો થાય છે. આવું કેમ થયું હશે? શું આ કોઇ ગંભીર બાબત છે? શું આગળ પણ આવી તકલીફ થશે? મને ડર લાગે છે કે ક્યાંક ગર્ભ તો નહીં રહી ગયો હોયને? પણ અમે સેક્સ નહોતું કર્યું, અમે અન્ડરગારમેન્ટ્સ પણ નહોતાં કાઢયાં. માત્ર ઉપરનું ટીશર્ટ કાઢયું હતું.

જવાબ : આપણને કસરત કરવાની આદત ન હોય તેથી શરીર વધારે ફ્લેક્સિબલ ન હોય, એવામાં ફોરપ્લે અને સેક્સ સમયે ઘણી કેલેરીનો ઉપયોગ થાય, સ્નાયુઓને શ્રમ પડે, શરીર ન ટેવાયેલું હોય એવી પોઝિશનમાં ફોરપ્લે કરતા હોવ, એ પોઝીશનમાં તમે પહેલાં કદી આટલા બધા સમય માટેન રહ્યા હોવ તેથી પણ થોડો દુખાવો થાય, આ માત્ર થાકને કારણે જ હોય, આમાં ગભરાવાની જરાય જરૂર નથી. રહી વાત ગર્ભ રહેવાની તો તમે સેક્સ માણ્યું જ નથી તો ગર્ભ કઈ રીતે રહે? માટે ચિંતા છોડી દો. ફોરપ્લેમાં પેનિસ અને વજાઈનામાં પ્રવાહી નીકળતું રહ છે. તેથી પણ પગનો દુખાવો થઈ શકે. ગભરાવ નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન