Female Crew Members of The Kapil Sharma Show displeasure with Kapil Comment
  • Home
  • Entertainment
  • Bollywood
  • કોમેડિયન કપિલ શર્મા ફરી વિવાદમાં, બોલીવુડના દિગ્ગજના દરબારમાં થઈ ફરિયાદ

કોમેડિયન કપિલ શર્મા ફરી વિવાદમાં, બોલીવુડના દિગ્ગજના દરબારમાં થઈ ફરિયાદ

 | 6:49 pm IST

ગત વર્ષે કેટલાક વિવાદોથી ઘેરાયલા કપિલ શર્મા માટે આ વર્ષ ખૂબજ સારો જઈ રહ્યો છે. તેમનો શો ‘ધ કપિલ શર્મા શો’ ઓનલાઈન ટીઆરપીમાં ટોપ લેવલે પહોંચ્યો છે. જોકે આ વચ્ચે કપિલ ફરી એક નવા વિવાદમાં ફસાયો હોવાની ખબર મળી છે. સૂત્રો મુજબ કપિલે તાજેતરમાં તેના શોમાં પોતાની સ્ક્રિપ્ટમાં ફેરફાર કરી પ્રેક્ષકો વચ્ચે બેસેલી એક મહિલા સંબંધી કમેન્ટ કરી હતી. કપિલે ફિમેલ પ્રેક્ષકને લઈને કહ્યું હતું કે,‘જો તમારા પિતા સાથે નહોત તો હું તમારાથી વધુ વાતો કરતો.’

જોકે આ ટિપ્પણીનો ભલે ફિમેલ ઓડિયન્સે કોઈ વિરોધ ન કર્યો હોય પરંતુ કપિલના શોની મહિલા ક્રૂ ટીમ આનાથી ખૂશ નથી. રિપોર્ટ્સના અનુસાર,‘‘ક્રૂ મેંબર્સે કપિલના આ કમેન્ટની સલમાન ખાનને ફરિયાદ કરી છે. સલમાન ખાનને કહેવામાં આવ્યું છે કે કપિલને સક્રિપ્ટમાં ફેરફાર ન કરવા જોઈએ અને એવા કોઈ કમેન્ટ ન કરવા જોઈએ જેનાથી કોઈ વિવાદ ઉત્પન્ન થાય.’’

તમને જણાવી જઈએ કે સલમાન ખાન ધ કપિલ શર્મા શોનો પ્રોડ્યૂસર છે. આ શોના માધ્યમથી સલમાન પ્રોડ્યૂસર તરીકે ટીવીમાં ડેબ્યૂ કરી રહ્યો છે. એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે કપિલના શોને ફરી શરૂ કરવા અને કપિલના જૂના મિત્રો સાથે તેના પેચઅપ પાછળ સલમાનની મહત્વની ભૂમિકા છે.

નોંધનીય છે કે કપિલનો શો જ્યારથી ઓનએર થયો છે ત્યારથી ખૂબજ પોપ્યુલર થયો છે. શો તેના શરૂઆતી એપિસોડથી બાર્ક ઈન્ડિયાની રેટિંગમાં ટોપ ત્રણમાં સામેલ થયો છે. આ શોમાં અત્યાર સુધી રણવીર સિંહ, સારા અલી ખાન, પિતા અને ભાઈઓ સાથે સલમાન ખાન, પત્ની અને પુત્ર સાથે શત્રુઘ્ન સિંહા જેવા સ્ટાર જોવા મળ્યા છે. આ એપિસોડને ખૂબજ પસંદ કરવામાં આવ્યા છે. જ્યારે હવે આ શોમાં ઇમરાન હાશમી, સની લિયોન અને અમૃતા રાવ જેવા સિતારાઓ નજરે આવશે.