એ મિસ દે દે કિસ, પછી રોમિયા કરગર્યો, દીદી માફ કર દે પ્લીઝ - Sandesh
NIFTY 10,195.15 -165.00  |  SENSEX 33,176.00 +-509.54  |  USD 64.9300 +0.00
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Featured Videos
  • એ મિસ દે દે કિસ, પછી રોમિયા કરગર્યો, દીદી માફ કર દે પ્લીઝ

એ મિસ દે દે કિસ, પછી રોમિયા કરગર્યો, દીદી માફ કર દે પ્લીઝ

 | 5:08 pm IST

દિલ્હીના કરોલ બાગમાં રોમિયોને પાઠ ભણાવતી યુવતીનો વીડિયો વાયરલ થયો છે. 25 ફેબ્રુઆરીની આ ઘટના છે યુવતી પાછળ પાંચ યુવકોનું ગ્રુપ પડ્યું હતું. તેમનાથી છૂટકારો મેળવવા યુવતી સાઈકલ રીક્ષામાં બેસી જાય છે, પરંતુ ટ્રાફિકને લીધે તે ધીમી ગતિએ ચાલે છે અને રોમિયો હજુ પણ છેડતી કરતાં હતાં.
યુવતીએ હિંમત એકઠી કરી અને સાઈકલ રીક્ષામાંથી ઉતરી પાંચ યુવકોના ગ્રુપમાંથી એકને ઝડપી લીધો હતો. આ સાથે અન્ય યુવકો નાસી ગયા હતાં. ત્યારપછી તો જોવા જેવી થઈ હતી. યુવક માફી માગવા લાગ્યો હતો અને કહેતો હતો કે દીદી જવા દો મન માફ કરી દો. આથી યુવતીએ કહ્યું હતું કે અત્યાર સુધી તું મારી છેડતી કરતો હતો અને હવે દીદી થઈ ગઈ.
પોલીસે મનીષ અને અભિષેક નામના બે જણાંની ધરપકડ કરી છે. બંને જણાં હરિયાણાના ચખરી દાદરીના રહેવાસી છે.